________________
૨૨૯
છે એથી ભવના ભવે જૈન ધર્મનું દર્શન નથી મળતું. મરીચિ, જમાલી વગેરે એથી રખડી પડ્યા. જૂઠથી બચાય તે આ બધા ભયંકર અનર્થોથી બચી જવાય.
(૨) સાચું પણ વચન કર્કશ ન બોલાય, કેમકે એ સામાના દિલ પર ઘા કરે છે. દા. ત. કેઈ અંધને કહે કે
બેસ આંધળા ! તને શી ખબર પડે?” માતાને કહે “બેસ મારા બાપની વહુઓળખું તારા પ્રેમને.” અસત્ય બોલનારને કહે “તમે જુઠ્ઠા છો.” ખરી રીતે તે અહીં કહેવાય કે “ભાઈ તમે આંખે અખમ છે તેથી પ્રત્યક્ષ ન દેખાય.” “મારી મા ! આપણું એના અંતરમાં મને દુઃખ થાય છે. “ભાઈ ! તમારું કહેવું મગજમાં બેસતું નથી.” કહેવાની વસ્તુ એની એ, પણ કર્કશ રીતે શા માટે કહેવી? સેનાની પણ લગડી ઈનામમાં અગ્નિ-ધીખતી ન અપાય. મૃદુ વચન આદેય થશે, એવું કર્કશકઠેર ઘા જેવું વેણ નહિ. મહાવીર પ્રભુએ પોતાના મહાશ્રાવક શતકને કહ્યું, “મહાનુભાવ તે ધર્મમાં તને ઉપદ્રવ કરનારી પત્નીને, અવધિજ્ઞાનથી જોઈ ભલે સાચું કહ્યું કે “તું નરકમાં જવાની છે પણ શ્રાવકથી એવું પરપીડાકારી કકશ વચન ન બેલાય. અસભ્ય, ઉદ્ધત, મદાંધવચન પણ કર્કશ છે.
(૩) ચાડી ચૂગલી એ પણ અનુચિત વચન પ્રયોગ છે. “ચાડી =એવી કેઈની ગુપ્ત વાત, રહસ્ય, દોષ-ખામી, વગેરેનું ગેઝેટીંગ ન કરાય. એમ “ચૂગલી’=નિંદા ન કરાય. બંને ખતરનાક દેષ છે. એમાં જાતને અહંભાવ, બીજા પર તિરસ્કાર, વધારીને બોલાવાને સંભવ, સામાને એ ચાડીચૂગલીથી નીપજનાર નુકસાનની બેપરવાઈ, સાંભળનારને સાંભળીને વધતી કષાયની