________________
૨૩૦
આગ પર રાજીપે ઈત્યાદિ મહા અનર્થો જાગે છે. વિજયે વર્ષો સુધી ગંભીર રહ્યા છતાં પત્નીનું રહસ્ય એક વાર પુત્ર આગળ ખાનગીમાં ખેલ્યું કે “તારી માએ તે મને પહેલાં કૂવામાં ધકેલી દીધેલ ! આજે પ્રેમ દેખાડે છે ! તેથી હસવું આવ્યું. પત્ની સાંભળી ગઈ કે તરત એને આઘાત લાગવાથી મોત નીપજ્યું.
(૪) અનિબદ્ધત્રઅસંગત ન બોલવું. અસંગત એટલે આડાઅવળાં સંબંધ વિનાના લવારા, ગપાટા, કુથલી, તેમજ સ્વ-પરના હિત સાથે સંગત નહિ એવી વિકથા-રાજ્યકથા, દેશ કથા, ભજન કથા અને સ્ત્રી કથા,-તથા દર્શનભેદિનીચારિત્રભેદિની વગેરે પાપકથા, એટલે કે જે સાંભળનારની દેવગુરુ-ધર્મશ્રદ્ધા, તત્ત્વરુચિ, શુભ ભાવના, વ્રત-નિયમ, ધર્મક્રિયા વગેરે ઘવાય. આ ઘણું અનુચિત કહેવાય; કેમકે આપણે બીજાને એ શ્રદ્ધાદિ પમાડવા-વધારવાની વાત તે દૂર રહી, ઉર્દુ એને ટક્કર લગાડવી અને તેથી સામે પાપમાં પાછો ઠેલાય, એ આપણુમાં ધર્મની અવગણના, અને સામાને ધર્મ તરફ અરુચિના અનર્થને સરજે છે. ત્યારે વિકથા બાહ્યભાવ, આહારાદિસંજ્ઞાઓ અને કષાને પુષ્ટ કરે છે. કુથલી-ગામગપાટા એ વળી તદ્દન જડરસ-નિદારસ-તત્ત્વધર્મકંટાળા વગેરેને પોષે છે.
અશુદ્ધ વાણીના આ બધા પ્રકારે ત્યજવા. એ માટે,
હિત–મિતભાષી થવું. ‘હિતભાષા ” એટલે સ્વપરને હિતકર એવા સત્ય વચન, પરમગુણાનુવાદ, પરમાત્મ સ્તુતિસ્તોત્ર, શાસ્ત્ર-સ્વાધ્યાય, તવચર્ચા-ધર્મકથા, મહાપુરુષના ચરિત્ર-ઉપકાર-સુકૃતપ્રશંસા-હિતેપદેશ વગેરે, અને સાધર્મિકની ઉપખંહણ