________________
૨૪૦
એમના તરફ મમતા વિનાને રહે, એ માટે ભવસ્થિતિનીસંસારવાસ અને સંસારસ્વરૂપની આલોચના (વિચારણા) કરે; સંસારની અનંતવાર પુનર્પન આવૃત્ત અનિત્ય સ્થિતિ વગેરે વિચારે -માતાપિતાદિ એકેક સબંધ એકેક જીવ સાથે અનેકવાર થયા, અને પિતા તે પુત્ર, કે મિત્ર તે શત્રુ પણ થયા. એવી વિચિત્રતા હોય, ત્યાં કેના પર મમત્વ કરું? જે અહીં, મમત્વ રાખીશ તે પાછું અનેકવાર સંસારમાં ભટકવું પડશે ! મમત્વ અહીં પણ અનેક ચિંતા-સંતાપ ઉભા કરે છે. જેના પર મમત્વ રાખ્યું પછી એના અંગે કેટલાંય દુધ્ધન અને વિકલ્પ ઊભા થાય છે, અને એમાં વિરહ પડ્યો શેક પારવાર !
- લલિતાંગદેવ પોતાની સ્વયંપ્રભા દેવી મરી ત્યારે મમત્વ વશ ભારે શેકમાં પડ્યો! પછી પિતે મર્યો ત્યારે સ્વયંપ્રભાદેવી શકમાં પડી ! પૂર્વે દેવી મરી એટલે તે એ પલક ગઈ, એને હવે દેવમૃત્યુને શોક છે? વિરોધાભાસ છે. પણ ના, વસ્તુ એ બની કે મર્યા પછી એ બ્રાહ્મણ કન્યાને ભવ પામી મુનિના ઉપદેશથી વ્રત અને તપમાં ચડી. ત્યાં દેવે જઈને નિયાણું કરાવ્યું તે મરીને પાછી સ્વયંપ્રભા દેવી થઈ. એમાં કામ કરીને દેવ મરતાં એ મમત્વવશ શેકમાં પડી.
મમત્વ જીવને કે રાંક બનાવે છે! માટે મમત્વ છેડીને ભાવ-અનુકંપા અને સાધર્મિક વાત્સલ્ય સાથે કુટુંબ-પાલન કરવું. અલબત સંસારી કુટુંબ મોહાંધ છે, ષટકાય જીવના આરંભ (સંહાર)માં પડેલું છે. તેનું પાલન કરવું એમાં આમ તે, મેહ અને આરંભનું પિષણ હેવાથી પાપ છે, પણ ઉપર કહેલી રીતે પાલન કરવામાં આવે છે, બીજા દીનદુઃખીને ઉપકાર કરવાની