________________
૨૨૮
પિતાના પર પ્રેમ-વિશ્વાસ વધારે છે કે એ છે, એનું પારખું કરવા બે ભેજાઈ પર આળ ચડાવ્યા-ખાનગીમાં એકને કહ્યું, સાડી સાચવજે, બીજીને “હાથ ચોખા રાખજો.” પહેલો ભાઈ સમયે કે “પત્ની કુશીલ છે, બીજે સમજે કે પત્ની ચાર છે.” તરત જ એને પિયેર કાઢી મૂકવા તૈયાર થઈ ગયા. બેન અંદરખાને ખુશી થઈ ગઈ! ને બહારથી ભાઈને ધમકાવે છે, મૂરખ ! કેણે આવું કહ્યું? મેં તે એમની નાની ઉંમરના હિસાબે ભવિષ્યમાં કયાં ય ન ફસાઈ પડે એ માટે સાવચેતી આપી હતી.” પત્યું. પરંતુ બીજા ભવે એ બાઈને લગ્ન બાદ તેડવા આવેલા એના પતિને એની કુશીલતાને ભ્રમ થયે ! તે એને લીધા વિના જ જતે રહ્યો, ને પછી કદી લાવી નહિ. બાઈએ પછી દીક્ષા લીધી. એક વાર બે શ્રીમંત બાઈઓના ઘરે ઉપદેશ આપવા એ જતી હતી; એમાં પેલી બહાર ટેલે હીરાને હાર ચડાવી અંદર નાન કરતી હતી, ને સાધ્વી ગઈ. કક ભૂતે કૌતુકથી ભીંત પરના મેર-ચિત્રમાં પ્રવેશ કરી ઊડી હાર ગળી જઈ પાછું ચિત્ર સ્થાપિત કરી દીધું. સાધ્વીને ભય લાગે તે તરત ઉપાશ્રયે ગઈ અને અહીં પેલી બેના પતિએ આરોપ ચડાવ્યા કે “સાધ્વી સિવાય અહીં કેઈ આવ્યું નથી માટે સાધ્વીએ જ હાર ચર્ચો. પિતાના પર આળ અને શાસનની–ધર્મની નિંદાથી સાધ્વીજીને કલ્પાંતને પાર નથી, પણ પૂર્વકર્મનાં ફળ આગળ શું કરે? અલબત્ત અંતે એ તીવ્ર સ્વદુષ્કૃત ગહ કરતાં કેવળજ્ઞાન પામી. પિતાની પૂર્વ ભૂલ દેખાઈ. બીજી બાજુ ત્યાં પિલે હાર પ્રગટ થયે. પરંતુ પૂર્વ આપે ભાવ ભજ.
ઉસૂત્ર ભાષણમાં વળી મહાજૂઠ અને મિથ્યાત્વ પોષાય