________________
૨૭
પંથે ચડાવી દે છે. એ તે નાગકેતુને પૂર્વભવે દુઃખમાં મહાભાગ્યેાદયે કલ્યાણમિત્ર મળ્યો તે ઊંચે આવ્યા. જે અકલ્યાણમિત્ર મળ્યો હોત તે ઉગ્ર કષાયના રવાડે ચડાવી એને નીચે દુર્ગ તિમાં પટક હેત.
નાગકેતુને પૂર્વ જીવનમાં ખેડૂત-અવતારે ઓરમાન માતાને ત્રાસ હોઈ સલાહ માટે કલ્યાણમિત્ર શ્રાવક મળે હતે. શ્રાવકે એ માતા સામે ઝઘડવા-કરવાની સલાહ દેનારે અધર્મમિત્ર ન બનતાં કલ્યાણમિત્ર તરીકે કહ્યું “ આ પૂર્વે તપ નથી કર્યો, તેથી પરાભવ પામે છે. માટે તપ કર. પહેલાં અઠ્ઠમ તપનું મંગળ કર.” ખેડૂતે એ આવતા પજુસણમાં કરવાનું નક્કી કર્યું. ઝુંપડીમાં એકવાર એ સૂતેલે ને માએ ઝુંપડી સળગાવી દીધી. પેલે અઠ્ઠમની ભાવનામાં મરી શ્રીકાંત શેઠને પુત્ર નાગકેતુ થયો. જન્મ બાદ છેડા જ વખતમાં એને પૂર્વ જીવનનું સ્મરણ થયું, ને ત્યાં અમ કર્યો! ધરણેનકે આવી એનો મહિમા કર્યો ! અને આ જ ભવમાં આગળ જતાં એ પ્રભુની પુષ્પ–પૂજામાં કેવળજ્ઞાન પામ્યા ! મહાવૈદ્ય જિનની ઉપશમની દવા આપીને એક કલ્યાણમિત્ર શ્રાવકે કર્મ પીડિત અજ્ઞાન ખેડૂતને ક્યાં સુધી પહોંચાડે એવા તપ-ધર્મની સલાહ આપી ? માટે જ સૂત્રકાર કહે છે.
આ જગતમાં કલ્યાણમિત્રને સેવવાથી અધિક સુંદર શું છે? માટે જ (૧) એ કલ્યાણમિત્ર પ્રત્યે એક ઉદાર ધનિકની જેમ ખુબ જ આદરભાવવાળા બનવું જોઈએ, (૨) વળી એમના આજ્ઞાકાંક્ષી બનવું, એટલે કે આજ્ઞાના અભિલાષી બનવું. અર્થાત કલ્યાણમિત્રે કઈ આજ્ઞા નથી ફરમાવી તે વખતે પણ “અહો ! તે મને આજ્ઞા કયારે કરે ! તેવી આકાંક્ષાવાળા બનવું. એક