________________
રરર
અસત્ય ન બોલે. કર્કશ નહિ, ચાડી નહિ. અસંગત નહિ બેલિવાનું. હિત અને પરિમિત બેલનાર બને.
એમ જીવેની હિંસા ન કરે. ધણીનું ન આપેલું ઉપાડે નહિ. પરસ્ત્રી સામું ન જુએ. અનર્થદંડ ન આચરે. શુભ કાયયેગવાળે બને.
વિવેચનઃ-પૂર્વ સૂત્રમાં સામાન્ય રૂપે કહ્યા પછી હવે વિશેષ રૂપે કયા ક્યા માનસિક વાચિક અશુદ્ધ વ્યાપારે ત્યજવા એ બતાવે છે. ધ્યાનમાં રહે કે સાધુધર્મ–મહાસંયમ–મહાચારિત્રની પરિભાવના યાને પૂર્વ તૈયારી કરવી છે એમાં માત્ર અહિંસાદિ અણુવ્રતે પર્યાપ્ત નથી, કિન્તુ મન-વચન-કાયાને અશુદ્ધ વ્યાપારેથી કલુષિત ન કરવાનું પણ સાચવવું જોઈએ. એ માટે,
(૧) માનસિક શુદ્ધિમાં,--(i) અનેક જીવેને નાશ થત હોય કે એમને નુકશાન થતું હોય એવા આરંભ-સમારંભ ન વિચારે. તંદુલિ મરછ આરામથી મેં ફાડી પાડેલા મેટા મસ્યા મેંમાંથી ક્ષેમકુશળ નીકળી જતા માછલાને ખાવાને વિચારમાત્ર કરે છે, એમાં મરીને નરકમાં ચાલ્યા જાય છે ! કેણિક મહાઆરંભમય યુદ્ધના માનસમાં મરીને છઠ્ઠી નરકે ગયે ! માટે મગજમાં ઘાલતાં પહેલાં જ જોવાનું કે આ વિષયમાં અનેક જીવને નાશ નથી ને? (ii) લોકમાં બહુ નિન્ય હોય તેને વિચાર નહિ કરવાને. દા. ત. ચોરી, છિનારી, મદ, વગેરેનો. રૂપસેન રાજપુત્રી સુનંદા સાથે એકાંત મિલનાદિના વિચારમાં મરીને સાપ, કાગડો, હંસ, હરણિયે થઈ એના રૂપસ્પર્શના વિચારમાં ક્રૂર રીતે મરાતે ગયે. (ii) જે બહુ