________________
૨૧૮
મહા ઉપકૃત સેવકની જેમ આજ્ઞાની ઉત્કંઠાવાળા બનવું. (૩) તેવી રીતે જ્યારે આજ્ઞા ફરમાવે ત્યારે તેના સ્વીકારનારા બનવું. જેમ કેઈ ભિખારી કલાકના કલાકે રખડવા છતાં ખાવાનું કાંઈ ન મળવાથી ભૂખથી પીડાઈ રહેલ હોય, તેવામાં તેને કઈ અન્ન આપે, ત્યારે તે જેવા અને જેટલા આદરથી તેને ગ્રહણ કરે, તે પ્રમાણે આજ્ઞાને વધાવી લેવી જોઈએ. (૪) સાથે આ જ્ઞાની વિરાધના ન જ થાય, એ તકેદારી રાખવી. તહત્તિ કરીને આજ્ઞા શિરસાવંઘ તો કરી લીધી, પણ પછી એથી વિરુદ્ધ વતન કરે તે આજ્ઞા-વિરેધી ગણાય. તેમ ન થવું જોઈએ. કલ્યાણમિત્રની આજ્ઞાની વિરાધનાથી આત્મામાં દેશની વૃદ્ધિ થાય છે, ગુણે દૂર રહે છે, અને ભવાંતરમાં દુર્ગતિ થાય છે. તેથી ફરી મંગળ આજ્ઞા મળવી મુશ્કેલ બને છે. (૫) વળી, આજ્ઞાને ઉચિત રીતે અમલ કરે જોઈએ. ઉચિત રીતિએ અમલ એટલે વેઠ રૂપે નહિ કે અરુચિથી નહિ, કિન્તુ બહુમાનથી અને પોતાની જાતને ધન્ય માનીને. વળી જેવી આજ્ઞા હોય, બરાબર તે રૂપે એને અમલ કરવાને. એમાં કદાચ અગવડભર્યું કે અણગમતું લાગે, છતાં એના અમલના મહાન લાભ છે. એથી જુગજૂના કુસંસ્કારે ભુંસાઈ સુસંસ્કારોને વારસો મળે છે, કુપ્રવૃત્તિઓ અટકી સુપ્રવૃત્તિઓથી જીવન ઝગમગતું થાય છે ! કલ્યાણમિત્ર મુનિ પ્રત્યે આ ખાસ ધ્યાનમાં રહે.
“ભવની ભીતર ખાસ સેવવા યોગ્ય મારે કલ્યાણમિત્ર જ છે, એવું નક્કી કર્યું, પછી તે એમની આજ્ઞાને પિતાના શ્વાસેશ્વાસમાં વણી લે. એથી જીવને જે અનાદિની સ્વછંદચારિતાથી કર્મની મહાપરાધીનતા વેઠવી પડી હતી, તેને બદલે હવે