________________
ગુણે, એ ધર્મગુણ સમજવા.
પ્રારંભમાં આ ધર્મગુણે કહેવાનું કારણ એ કે આત્મામાં ભાવથી એ જ રીતે પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે કર્મની સ્થિતિ અંતઃકડાકેડીની બને ત્યારે જ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. એ સ્થિતિમાંથી વળી બેથી નવ પલ્યોપમ જેટલી સ્થિતિ ઓછી થાય ત્યારે શ્રાવકપણું (અણુવ્રતરૂપ દેશવિરતિ) મળે. એમાંથી વળી સંખ્યાતા સાગરેપમ–પ્રમાણ સ્થિતિને હાસ થાય ત્યારે મહાવ્રત(સર્વવિરતિ)રૂપ ચારિત્ર પ્રાપ્ત થાય. એમાંથી પણ બીજા સંખ્યાતા સાગરોપમ ઘટે ત્યારે ઉપશમશ્રેણી આવે. અને તે સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરેપમ ઘટે તો શ્રપકશ્રણ મંડાય. આ બધે સ્થિતિ-હુાસ થવા માટે આત્મામાં કષાયની વિશેષ વિશેષ મંદતા થવા સાથે, અધ્યવસાયે (ભાવ)ની ઉત્તરેત્તર વિશુદ્ધિ થવી જોઈએ. સમકિતી જીવને ચઢવા માટે પહેલી શરૂઆત શ્રાવકપણાથી થાય છે, તેથી અહિ પહેલા ધર્મગુણ તરીકે શ્રાવકના અણુવ્રત બતાવ્યા. જે દેવ કે મનુષ્ય ભવમાં સમ્યકત્વ ગુમાવાય નહી, તે એક જ (મનુષ્ય) ભવમાં બેમાંથી ગમે તે એક શ્રેણી સિવાય ઉપર કહેલું બધું પ્રાપ્ત થઈ શકે છે. (૪) તપાલન અને આગમ-ગ્રહણુ–ભાવન-પારતંત્ર.
સૂત્ર-પરિવનિક પાછળ કળા, ચાબળાTI તિ, सयाऽऽणाभावगे सिआ, सयाऽऽणापरतंते सिआ।
અર્થ-ધર્મગુણે પ્રાપ્ત કરીને એના પાલનમાં યત્ન રાખો જોઈએ. સદા આજ્ઞાના ગ્રાહક બનવું જોઈએ. સદા આજ્ઞાને (દિલમાં) ભાવિત કરનારા થવું જોઈએ. સદા આજ્ઞાને પરતંત્ર બનવું જોઈએ.