________________
૧૯૮
માટેની ગ્યતા કેળવવા છઠ્ઠી વસ્તુ એ છે કે “અકલ્યાણ મિત્રને સંપર્ક ત્યજ.” અકલ્યાણમિત્ર એટલે સામાને આત્માનાં કલ્યાણના ઘાતક, હિતશત્રુ, દા. ત. જુગારી વ્યસની ચાર દુરાચારી વગેરે મિત્ર બનીને સામાને એ જ જુગાર વગેરેને રસિ બનાવી આત્મહિતને મહા ઘાત કરે છે, માટે
એ અધર્મમિત્ર છે. એમ જે જૂઠડફાણ, નિંદા, કુથલી, પાપભાષા, વિશ્વાસઘાત વગેરેમાં પ્રેરે છે, હિંસક ક્રિયાઓમાં તાણે છે, ક્રોધ-મદ-માન-માયા-કપટ-તૃણું-મમતા વગેરે કષામાં જે ઘસડી જાય છે, અભક્ષ્યભક્ષણ-અસેવ્યસેવન–અપ્રશસ્યપ્રશંસાદિના જે પ્રેરક બને છે, એ બધા અકલ્યાણમિત્ર છે. ટૂંકમાં પરલેક બગાડે એવા દેષ-દુષ્કૃત્યમાં, જડના રંગરાગમાં અને આહાર-વિષયપરિગ્રહાદિ સંજ્ઞાઓની ગુલામીમાં ફસાવનારા છે, પછી તે ચાહ્ય મવાલી મિત્રના કે વ્યવહારથી સગાસ્નેહી-પાડોશીના યા ઉપદેશક ગુરુના લેબાશમાં હોય, અરે માબાપ, પતિ-પત્ની કે પુત્રના રૂપમાં હોય. જે એ ભયંકર મેહની પરિણતિ જ વધારતા હેય, બાહ્યભાવને નશે જ ખીલવતા હેય, ને સંસાર-રસિકતા જ પષતા હોય, તે એ અધર્મમિત્ર છે. એક બાજુ જીવ શ્રાવકનાં વત તે લે, પણ બીજી બાજુ અકલ્યાણમિત્રોને સંબંધ ન છેડે તે કઈ દુર્દશા પામે એ વિચારે.
પ્રશ્ન-તો શું એવા અકલ્યાણમિત્રની ગરજ સારતા સગાનેહીને મૂકી દેવા?
ઉત્તર-ઉત્તમ માર્ગ તે એ છે કે સંસારમાં જે કંઈ અકલ્યાણમિત્ર છે, તે સર્વને સર્વથા ત્યાગ કરે. પણ તે ન બને. તે તેવા સગાંસનેહીઓને કલ્યાણમિત્ર બનાવવા. “જે ઉચ્ચ