________________
૧૦
(૭) કલ્યાણમિત્રના યોગ સૂત્ર-સેવિગ્ન ધર્મમિત્તે વિદ્યામેળ । બંધો વિવાનુઙ્ગ, વાદિ विव विज्जे, दरिदो वि ईसरे, भीओ विव महानायगे । न इओ सुंदरतरमन्नंति बहुमाणजुत्ते सिआ, आणाकंखी, आणापडिञ्छगे, आणाअविराहगे, आणानिष्फाय गेत्ति ।
અર્થ :-કલ્યાણમિત્રને વિધિપૂર્વક સેવવા; તે, જેમ દોરનારને અધ સેવે, વૈદ્યને રેગી સેવે, શ્રીમતને રિદ્ર સેવે, મહાનાયકને ભયભીત સેવે. કલ્યાણમિત્રાગથી વધીને ખીજી સુંદર નથી; એટલા માટે એના પર બહુમાનવાળા અને; (અને એને) આજ્ઞાકાંક્ષી, આજ્ઞા સ્વીકારનાર, આજ્ઞાને અ-વિરાધક તથા આજ્ઞાને અમલી કરનાર અને.
વિવેચનઃ-અકલ્યાણમિત્રને ત્યાગ કરવાની વાત થઈ. પરંતુ હવે કાઇ સારા સંગ આદરવા તેા જોઇએ ને ? તે તેને માટે ધમિત્રને સંગ કરવાનું કહે છે. કેવી રીતે કરવા ? વિધાનપૂર્વક. અર્થાત્ , કલ્યાણમિત્રને સેવવા તે સારી પ્રતિપત્તિ એટલે સ્વીકાર-સત્કાર સાથે, અથાગ આદર અને આસ્થા સહિત. ‘અધમિત્રો નહિ, કિંતુ તમેજ મારા કલ્યાણુમાં સાચા સહાયક છે,’–એવી હૃદયની આસ્થા સાથે સ્વીકાર એમને થવા જોઇએ. આ જીવ એવા પાગલ છે કે એને દુનિયાની કોઈ અનુકૂલ જડ વસ્તુ આપે, અગર તે કેમ મેળવાય તેની સલાહ પ્રેરણા આપે, તે તેની પાછળ મરી ફીટે. ભલે જરા જેટલા લાભ મળે, તેાય પેલા પર ખુશ થઈ જાય. પણ કલ્યાણમિત્રો આપણને ધર્મમાં જોડી આપે, તે તેનું કાંઈ નહિ !!