________________
૨૦૯
નરકાદિદુઃખમાં પતન થાય. જીવને આ મહાન અનિષ્ટ અપાય છે, ભયંકર નુકશાન છે. એને ઊભા કરનારું લોકવિરુદ્ધ-સેવન છે, સેવન પાછળ કામ કરતા ચિત્તસંકૂલેશ છે.
લોકવિરુદ્ધ સેવનની ભયંકરતા માટે જ આ લોકવિરુદ્ધ-સેવન અને ચિત્ત-સંકુલેશ સ્વરૂપે અતિ ભયંકર છે. એ અત્યંત અશુભ અનુબંધરૂપ છે, બીજ શક્તિરૂપ છે. એમાંથી આગળ ભવેમાં એવા કઠેર ચિત્તપરિણામની પરંપરા ચાલે છે, જે અનેકાનેક પાપ કરાવે છે, અને બીજાના ધર્મનાશની બેપરવાઈ રખાવે છે. વળી પિતાને ધર્મવિમુખતા અને દુઃખની પરંપરા ચાલે એ તે જુદું. ત્યારે બીજાને ધર્મ પર અભાવ-અરુચિછેષ થાય, એ પણ સ્વરૂપે અતિ ભયંકર છે. કેમકે એમાં જીવ પાછે અનાદિની તત્ત્વષ--અતત્ત્વરુચિની રીતરસમમાં પડી જાય. છે. વળી એ એ ધર્મષના ચિત્ત-પરિણામ દઢ સતેજ હેવાથી અનુબંધરૂપ યાને બીજશક્તિરૂપ બની આગળ ભામાં ચાલુ રહીને ધર્મબીજભૂત ધર્મરુચિને જ અટકાવી દે છે. એનું પણ પરિણામ પાપાચરણ અને દુઃખપીડિતતામાં આવીને ઊભું રહે છે. તેમ પિતે આ બધી વસ્તુની ઉપેક્ષા કરે એ પણ અત્યંત અશુભ અનુબંધવાળો સંલેશ બને છે. આમ, લેકવિરુદ્ધસેવન જાલિમ અર્નથ કરે છે, એટલું જ નહિ. એની ઈચ્છા પણ ચિત્તના સંકલેશને લઈને થાય છે, માટે એ ય ભયંકર છે. એટલા માટે કહ્યું કે સર્વે ધર્મસાધકને આધારભૂત લોક છે. તેથી લોકવિરુદ્ધ અને ધર્મ વિરુદ્ધ કાર્ય દરથી તજી દેવા જોઈએ.
૧૪