________________
૧૮૨ હેવાથી પાલન દુષ્કર અને કષ્ટવાળું પણ છે, એમ સમજી રાખીને કઠિનાઈ વેઠીને ય એ પાળવા જાઈશે, એ નિર્ધાર કરે. ધર્મગુણે એ મામુલી વસ્તુ નથી, પરંતુ મહા જવાબદારીની અપેક્ષાવાળા કિંમતી ગણે છે. એ ભૂલવા જેવું નથી. - આ જવાબદારી માથે ધરીને વંકચૂળ ચોરે કટોકટીના સમયે પણ ચાર નિયમે અણીશુદ્ધ પાળ્યા. તે આ રીતે-મુનિઓને ચોમાસું ભરાઈ આવવાથી એની પલ્લીમાં ચાતુર્માસ કરવું પડયું, પણ એ શરતે કે “અહીં રહે ત્યાં સુધી ઉપદેશ આપવો નહિ.” ચોમાસું પૂર્ણ થયે વિહાર કરતાં વળાવવા આવેલા વંકચૂળને “શરત પૂરી થઈ ” કહી ઉપદેશ આપે, અને વંકચૂળ ચારે ૪ નિયમ લીધા,-(૧) અજાણ્યાં ફળ ન ખાવાં, (૨) કેઈને મારી નાખતાં પહેલાં બે ચાર ડગલાં પાછું હટવું; (૩) રાણી સાથે વ્યભિચાર ન કરે; અને (૪) કાગડાનું માંસ ન ખાવું. (૧) એક વાર જંગલમાં ભૂખ્યા થયેલા બીજા સાગ્રીતે અજાણ્યાં વિષફળ ખાતાં મર્યા, પણ આ ભૂખ્યા છતાં ન ખાતાં બચી ગયે. (૨) બીજી વાર રાતના મેડે બહારથી આવી ઘરમાં પત્નીને કેઈ પુરુષ સાથે સૂતેલી જોઈને ગુસ્સામાં ખગ ખેંચી મારવા જતાં નિયમ યાદ આવવાથી થોડે પાછો હટ્યો, એમાં ખડખડાટ થવાથી પુરુષવેશમાં બેન જાગી કહે છે “આ મારા વીરા?” ખુલાસે કર્યો કે “રાતના નાટકિયા તને બોલાવવા આવ્યા તેથી મેં જ આ વેશ પહેરી કામ પતાવ્યું, ને મેંડું થવાથી એમ જ અમે ઉંઘ ભરાયાથી સૂતા.” વંકચૂળને નિયમ પર ભારે માન થયું. (૩) એકવાર રાજમહેલમાં ચોરી અર્થે ચડ્યો,