________________
૧૭૯
કરી ગયા છે, આજે ય કરી રહ્યા છે. ચંડપ્રદ્યોતના પુત્ર અવંતીવર્ધને નાનાભાઈ રાષ્ટ્રવર્ધનની પત્ની પર માહિત થઈ ભાઈનું ખૂન કરાવ્યું. રાણી શીલમાં મક્કમ રહી ભાગીને બીજા દેશમાં જઈ ચારિત્ર લીધું. અવંતીવર્ધને ય પસ્તા કરી ચારિત્ર લીધું. રાણીના સદાચારે એને ઉન્નતિ પમાડી.
અલ્પપરિગ્રહના ઉપકાર અંગે તે આજે પ્રગટ દેખાય છે કે ઠેઠ પ્રધાનોથી માંડી નાના અમલદાર અને અન્ય પ્રજાજન અલ્પપરિગ્રહથી સંતોષ ન માનતાં પરિગ્રહના અમાપ લેભમાં કેટલો અનર્થ કરી રહ્યા છે !
(૫) પરમાર્થકારિતા-ચિતન-ઉપરાંત, ગુણોને અભ્યાસ ભવિષ્યમાં એથી પણ ઉંચા ગુણોને આકર્ષી, જીવન મહા પવિત્ર બનાવીને ઠેઠ મુક્તિના અનંત સુખમાં મહાલતે કરી દેવાને અતિ ઉત્તમ અર્થ સિદ્ધ કરી આપે છે. એટલું જ નહિ કિત, અન્યને પણ ગુણેથી અવજી (આકષી) કલ્યાણ-માર્ગે ચાલતા કરી દે છે, તેમજ પરમાર્થરૂપ કલ્યાણ અને પરમકલ્યાણ સુધી પહોંચાડે છે. આવા ઉપકાર અને પરમાર્થને સાધી આપવાનું ગજું હિંસા, જૂઠ વગેરેમાં કે ધન-ધાન્યમાં નથી. અહિંસા, મેઘરથ રાજાએ દેવપરીક્ષામાં પારેવાને બચાવવા અર્થે અપનાવી, તે એવા વિશુદ્ધ દિલથી એ ઠેઠ તીર્થંકર-નામકર્મનું પુણ્ય ઉપાજી શાંતિનાથ તીર્થકર થવાના પરમાર્થ સુધી પહોંચ્યા.
શ્રીકાન્ત ચેરે આબરૂ બચાવવા સત્ વ્રત સ્વીકાર્યું. એથી રાજાને ત્યાં ચોરી કરવા જતાં અને ચોરી કરીને આવતાં
ગજેગે રાજાને ભેટ તથા પ્રશ્ન થયે એમાં સાચું કહી દેતાં રાજાએ એને પાગલ ધારી જવા દીધે. આમ સત્યથી આબરૂ