________________
૧૬૩
ઉત્કટ અભિલાષા સૂચવે છે, અને સાચી અભિલાષા એ બીજ; એમાંથી ફળ આવે જ.
નાગકેતુને જીવ પૂર્વ ભવે પટેલ, અઠ્ઠમ કરી શક્યો નહતે; પરંતુ અઠ્ઠમની પ્રાર્થના, ઉત્કટ આશંસા, અભિલાષા એણે કરેલી, તે પછી સાવકી માતાએ એને ઊંઘમાં ઝુંપડી ભેગે બાળી નાખ્યો છતાં આર્તધ્યાન અને તિર્યંચગતિને અવતાર ન પામતાં પ્રાર્થના-આશંસાના બળે નાગકે, મનુષ્ય અવતાર પામ્યો ! જન્મતાં પૂર્વ ભવના જ્ઞાન પર અઠ્ઠમ–આચરણરૂપી ફળ પાયે ! અને ક્રમશઃ એજ ભવનાં અંતે મોક્ષ પામે!
સુકૃતની સાચી અનમેદના પણ મિથ્યાત્વની મંદતા વિના ન થઈ શકે. મિથ્યાત્વ મંદ કરવા માટે આત્મામાં શુભ અધ્યવસાય અવશ્ય જગાડવા જોઈએ. અરિહંતદેવાદિ ઉપર વિશિષ્ટ સદ્દભાવ જાગે, તે શુભ અધ્યવસાય પ્રગટ થાય. આમ અરિહંત સિદ્ધ વગેરે તત્ત્વ એવા પ્રભાવશાળી છે કે એમના પ્રત્યે હૃદયમાં ધારેલે સદભાવ શુભ અધ્યવસાય જગાડી મિથ્યાત્વને મંદ બનાવી દે છે, અને હદયમાં સુકૃતની સાચી અનુમોદના ઉલ્લસિત કરાવે છે. આ તે ભગવતેના પ્રભાવથી બન્યું, કૃપાથી બન્યું, એમ કહેવાય. દા. ત. ધ્રુવતારાના આલંબને નાવિક સાચી દિશામાં નાવ ચલાવી ઈષ્ટ સ્થાને પહોંચે છે, તે ત્યાં નાવિક માને છે કે “ભલે નાવ ચલાવવામાં મહેનત મારી અને ઈષ્ટ સ્થાને પહોંચવામાં સાધન નૌકા, પરંતુ અંધારી રાત જેવા કાળે વિરાટ સમુદ્રમાં સચેટ પ્રવાસ ધ્રુવતારાના પ્રભાવે થાય છે. એ તારાદેવની અમારા પર અનહદ કૃપા !” એમ અહીં ભીષણ ભવસાગરમાં ઈન્દ્રિયવિષયદર્શનો