________________
૧૭૧
ઉત્તર-તે નિયાણું નથી. કેમકે નિયાણું તે રાગ, દ્વેષ કે મેહથી કરાતી આશંસાને કહે છે, દુન્યવી કીર્તિ ઋદ્ધિ કે ભેગ આદિની લાલસાથી કરાતી અભિલાષાને કહે છે. એ કિલ૯ષ્ટ કર્મબંધનનું કારણ છે, ભવની પરંપરા વધારનારું છે, અને એ સંવેગના અભાવે કરાય છે. ત્રિપૃષ્ઠ વાસુદેવે પૂર્વના વિશ્વભૂતિ રાજકુમાર-મુનિના અવતારે “હું અથાગ બળને ઘણી થાઉં, એવું નિયાણું કર્યું; બ્રહ્યદત્ત ચકી પૂર્વભવે તપ-સંયમના પ્રભાવે ચકવતીની ભેગ-સમૃદ્ધિનું નિયાણું કરીને આવેલ; તેથી એ પાપનિયાણાના પ્રતાપે અંતે સાતમી નરકમાં જઈ પટકાયા. અગ્નિશર્મા તાપસે મા ખમણના પ્રકાંડ તપને ફળરૂપે ગુણસેન રાજાને ભવ મારવાનું નિયાણું કર્યું, તે પછી એ મારક બનતે બનતે અને નરકમાં જતે જતે અંતે અનંત સંસારી થયે. માટે આવા નિયાણ તદ્દન અકર્તવ્ય છે. કિન્તુ કીતિરાગ, ઋદ્ધિરાગ, ભેગરાગ, જીવષ, વગેરે નિદાનનાં લક્ષણે સુકૃતાનુદનાની પ્રાર્થનામાં ઘટતા નથી. તેથી પેલાથી જુદી જાતની આ ગુણની આશંસાને નિયાણું કેમ કહેવાય? નહિતર તે મોક્ષની પ્રાર્થના વગેરે પણ નિયાણું બની જાય. તેમ થવાથી, શાસ્ત્રમાં વિરોધ ખડો થાય; જેમકે, આગબહિલાભ વગેરે વચન શાસ્ત્રમાં આવે છે. ત્યાં આરોગ્ય એટલે ભાવ આરોગ્ય મેક્ષ, એના માટે બેધિલાભ મને આપ-આ પ્રાર્થના કરી. તે જે નિયાણાનાં પ્રતિપાદન કરનાર માનીએ, તે નિયાણાંના નિષેધક વચને સાથે વિરોધ પડે તાત્પર્ય, આવી શુભ કામનાવાળી પ્રાર્થના એ નિયાણું નથી. અસ્તુ, અધિક ચર્ચાથી સયું.
હવે સૂત્રની સમાપ્તિ કરતાં ચરમ મંગળ કરે છે. દેવાથી