________________
સત્ર ૨. સાધુધર્મની પરિભાવના
(૧) ધર્મગુણનું સ્વરૂપ-સહજસુંદરતા આદિનું ચિતન.
સૂત્ર –કાચા ધર્મકુળ પરિવત્તિ દ્વાણ, માવિના ઘહિં સર્વ, पयइसुंदरत्तं, अणुगामित्तं, परोवयारित्तं, परमत्थहेउत्तं ।
અર્થ-ધર્મગુણપ્રાપ્તિના ભાવ જાગ્યા પછી એ ધર્મગુણોનું સ્વરૂપ ચિંતવવું, એની સહજસુંદરતા, અનુયાયિતા, પરોપકારિતા અને પરમાર્થકારકતા વિચારવી.
વિવેચનઃ-હવે બીજા સૂત્રની વ્યાખ્યાને પ્રારંભ થાય છે. બીજા સૂત્રને પ્રારંભ આ રીતે છે- પહેલાં સૂત્રમાં ધર્મગુણબીજની વાત કરી, ત્યાં એ બીજ તરીકે વિચિત્ર વિપાકવાળું કર્મ કર્યું. એ બીજને પ્રાપ્ત કર્યા પછી તે બીજરૂપ કર્મ પિતાની વિચિત્રતાને લઈને અમુક અમુક પ્રકારની કાળ પુરુષાર્થ વગેરે સામગ્રી પામીને પાકે છે, એટલે ધર્મગુણ (પ્રાણાતિપાતવિરમણ યાને હિંસાને ત્યાગ વગેરે વતે)ની સન્મુખતા પ્રાપ્ત થાય છે અને તેથી આત્માને ધર્મગુણ પ્રાપ્ત કરવાની પરિણતિ જાગે છે. તે થાય ત્યારે શું કરવું તે બતાવે છે.