________________
૧૭૪
તથા પ્રકારના મિથ્યાત્વાદિ કર્મને ક્ષયે પશમ થવાથી આત્મામાં ધર્મગુણની પ્રાપ્તિને ભાવ (ઈચ્છા) પ્રગટ થયેથી એ ધર્મગુણોનું સ્વરૂપ ચિંતવવું કે ધર્મગુણે કેવા કેવા સ્વરૂપ વાળા છે, ને જીવના અનંતકાળના હિસાદિના સંકિલષ્ટ પરિણામને કેવા વિશુદ્ધ બનાવનારા છે. માટે અહે ! એ કેવા સ્વાભાવિક સુંદર છે ! વળી ભવાંતરમાં સુસંસ્કારરૂપે કેવા અનુસરણ કરનારા છે ! અન્યને પીડાદિ ન કરનારા હોવાથી કેવા પરોપકારી છે ! અને પરંપરાએ મોક્ષને સાધી આપતા હોવાથી કેવા પરમ અર્થના હેતુ છે!—એ ભાવથી હૃદયમાં ચિંતવવું.
અહિં સમજવાનું છે કે ઉત્તમ કેટીનું તથા શીવ્ર મેક્ષસાધક એવું સાધુપણું પ્રાપ્ત કરવું હોય તે તે માટેની પ્રાથમિક કેળવણું આત્મા ઉપર કરવાની છે તે તે શ્રાવકન અણુવ્રતરૂપી ધર્મગુણેથી જ સુસાધ્ય છે. એટલે જે અણુવ્રતની પ્રાપ્તિ મહાઘતેને આકર્ષનારી કહેવામાં આવે છે, તે અણુવ્રતમાં એવું ચમત્કારી સામર્થ્ય પ્રગટ કરવાની પ્રારંભિક વિધિ અહિં એ બતાવે છે કે,
(૧) સ્વરૂપ-ચિંતન:-તે સ્થૂલ અહિંસા, સ્થૂલ સત્ય, વગેરે અણુવ્રતનું વિસ્તૃત સ્વરૂપ પહેલાં તે ખૂબ ચિંતવવું; જેમકે તે અહિંસા-સત્ય-અચૌર્ય વગેરેની મર્યાદા શીશી? એની કરણી કઈ કઈ ? એમાં પૂર્વની કઈ કઈ વૃત્તિઓ-પ્રવૃત્તિઓ ટાળવી? વ્રત કેમ પાળ્યા ગણાય? તેમાં સંભવિત કયા કયા અતિચારે ટાળવા જોઈએ ? સાંસારિક જીવનમાં કયા પ્રસંગે, કઈ પ્રવૃત્તિઓ અને કઈ કટોકટી આ વ્રતને બાધક નીવડે? અને તેથી તે બાધક પ્રસંગને વશ ન થતાં વ્રતે કેવી રીતે રક્ષાય ?