________________
૧૨
વંદાએલા એવા ઇદ્રો તથા ગણધર મહર્ષિએ પણ જેમને વંદે છે એવા પરમગુરુ વીતરાગ પરમાત્માને નમસ્કાર છે. બાકીના પણ નમસ્કારને એગ્ય એવા ગુણાધિક આચાર્યાદિ મહારાજાઓને નમસ્કાર હે, સર્વજ્ઞ પ્રભુનું શાસન મિથ્યા દર્શનોને હટાવી વિજય પામો, જયવંતુ વર્તે. પ્રાણીઓ વરબધિ-લાભથી, એટલે કે મિથ્યાત્વ દેષ ટાળીને સમ્યગદર્શનઆદિ શુદ્ધ ધર્મની સ્પર્શનાથી સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ.
આ પ્રમાણે પાપ પ્રતિઘાતથી એટલે કે અશુભ અનુબંધ કરાવનારા આસ્રવ ભાવના વિચ્છેદપૂર્વક, “ગુણબીજનું આધાન” અર્થાત્ ભાવથી પ્રાણાતિપાતાદિવિરમણરૂપી ગુણના બીજનું આત્મામાં સ્થાપન, એટલે કે તથા પ્રકારના શુભાનુબંધકવિચિત્ર વિપાકવાળા કર્મનું આધાન સૂચવ્યું–આને સૂચવનારું પાપપ્રતિઘાત–ગુણબીજાધાન સુત્ર સમાપ્ત થયું.