________________
૧૭૫
આ બધું વ્રતનું સ્વરૂપવિચારવું જોઈએ. એ વિચારતાં આત્માએ નિરુત્સાહ કે કાયર થવાની જરૂર નથી. કેમકે, ધર્મગુણે સિવાય આત્મહિત નથી. આનંદ-કામદેવાદિ શ્રાવકે એ વતસ્વરૂપ વિચારી વ્રત લીધાં હતાં.
(ર) સહજ સુંદરતા:-વળી ધર્મગુણોમાં નિસર્ગક (સ્વાભાવિક) સુંદરતા છે. અર્થાત્ એ અહિંસા, સત્ય વિગેરે ગુણે એ સુંદર પવિત્ર ભાવે છે, આત્મા એનાથી શેભે છે, પ્રિય બને છે. જ્યારે હિંસા, જૂઠ ઈત્યાદિની વિચારણા, વાણી કે વર્તાવ ગલીચ છે, અપવિત્ર છે. એ સેવનારે લોકમાં હલકાઈ –ઈતરાજી-નિંદા પામે છે. ભલે કદાચ હિંસા, જૂઠ વિગેરેથી આર્થિક લાભ, પૌગલિક સગવડ કે માનપાનાદિ એકવાર મળી પણ જતા હોય, તે ય એમાં આત્મા સ્વસ્થ નથી, અસ્થિર છે, શાંત નથી, અશાંત છે. એ દુર્ગણે મમતા, માયા અને કષાયેની સંલેશભરી વૃત્તિઓથી કલંકિત છે. આ જ તે દુર્ગણની ( ની) સહજ અસુંદરતા (ખરાબ પણું) છે, જ્યારે, અહિંસા સત્ય વગેરે ગુણમાં મમતા-કષાયના તેવા સંકલેશ હેતા નથી. ચિત્ત સ્વસ્થ રહે છે, મુદ્રા સૌમ્ય અને તેજસ્વી દેખાય છે. એ બીજાને વિશ્વસનીય અને સમાગમ કરવા ગ્ય લાગે છે. આ સ્વરૂપની દષ્ટિએ સુંદરતા થઈ. ફળની દષ્ટિએ પણ સુંદરતા છે. કેમકે અહિંસા-સત્ય-નીતિ આદિથી ઉપજેલ દુન્યવી ભેગોમાં આત્મા વિહ્વળ-વ્યાકુળ, આસક્ત-અસ્વસ્થ નથી બનતે. આ બધું તે ગુણોની સ્વાભાવિક સુંદરતા ગણાય. એને આત્મામાં ખૂબ ભાવિત કરવું. હરિબી માછીમારે મુનિના ઉપદેશથી જાળમાં આવતે પહેલે મરછ છોડી દેવાનું કર્યું. દેવપરિક્ષામાં