________________
૧૬૯
સામર્થ્ય નાશ પામી જાય છે. જેમ મંત્રના સામર્થ્યથી કટકબદ્ધ (સર્પાદિ ડસ્યાનાખની નજીક સ્થાનમાં દેરી વગેરેથી બંધાયેલ) વિષ બહુ થોડા ફળવાળું થાય, તેમ શુભ ભાવરૂપી મંત્રથી અહીં બાકીનું અશુભ કર્મરૂપી વિષ પણ અલ્પ ફળવિપાકવાળું બને છે, તેથી સહેલાઈથી અને સંપૂર્ણ પણે દૂર કરી શકાય એવું થાય છે તેમજ તેવું બીજું પણ તેવી ઉત્કૃષ્ટ સ્થિતિવાળું, ફરી ન જન્મે તેવું થઈ જાય છે અને એમ થવાથી પૂર્વકાળની જેમ હવે ભવિષ્યકાળમાં અશુભ કર્મને મહા કટુ વિપાક ભેગવવાના રહેતા નથી.
અહીં એ પ્રમાણે નુકશાનેનું નિવારણ એ ફળ તરીકે કહ્યું. હવે સમ્યગ ઉપાયેની સિદ્ધિસ્વરૂપ ફળને કહે છે.
__तहा आसगलिज्जंति परिपोसिज्जंति निम्मविजंति सुहकम्माणुबंधा । सोणुबन्धं च सुहकम्म पगिट्ठ पगिद्वभावज्जिअं नियमफलयं सुपउत्ते विअ महागए सुहफले सिआ, सुहपवत्तगे सिआ, परमसुहसाहगे सिआ ।
અર્થ-વિવેચન -આ સૂત્ર અને તેના અર્થના પઠન વિગેરેથી શુભ કર્મને અનુબંધે આત્મામાં ભરપૂર એકત્રિત થાય છે; વળી શુભ ભાવની વૃદ્ધિથી તે અનુબંધ પુષ્ટ થાય છે, અને પરાકાષ્ટાએ પહોચે છે. અહે! કેવું મહિમાવંતુ આ પચસૂત્ર! ખરેખર! અનુબંધવાળું શુભ કર્મ અત્યંત અનુબંધની અપેક્ષાએ ઉત્કૃષ્ટ પ્રધાન) કેટિનું હોય છે, તેમ જ તીવ્ર શુભ અધ્યવસાયે ઉપાર્જેલું હેઈ નિયમાં ઉત્તમ ફળને આપે છે. જેમકે, કેઈ એકાંતે કલ્યાણકારી એવા ઉત્તમ ઔષધને સારી રીતે વિધિસર