________________
ભવમાં પ્રાપ્ત કરવા બદલ પિતાની જાતને મહાધન્ય માનવાને ભાવ, ઈત્યાદિ ઈત્યાદિ સંવેગભાવને મુખ્ય કરીને આ સૂત્ર સ્વયં ભણનારને તથા બીજા પાસેથી સાંભળનારને, તેમજ સૂત્રના અર્થનું પાછળથી પણ સ્મણ દ્વારા ચિંતવન (અનુપ્રેક્ષા) કરનારને અશુભ કર્મોના બંધાએલા રસ અને અનુબંધ મંદ પડે છે, તે કર્મોની સ્થિતિ અને દળીયાં ઓછાં થાય છે, તથા વિશિષ્ટ કેટિના અધ્યવસાયના સુંદર અભ્યાસ દ્વારા તે અશુભ કર્મોના અનુબંધ નિમૂળ પણ નાશ પામી જાય છે. અશુભ કર્મના અનુબંધ એટલે આત્મામાં રહેલા પ્રગટ કે છૂપા તીવ્ર ભાવે(સંકલેશે)ના સંસ્કાર અથવા તે સંકલેશો જગાડનારા ખાસ ચીકણું કર્મો. આનાથી સંસાર અવિચ્છન્ન વલ્લો આવે છે. પણ મહામંત્રસમ, મહાઔષધિ અને શ્રેષ્ઠ રસાયનસમ, પરમ અમૃત સ્વરૂપ પૂર્વોક્ત સૂત્રનું પઠન, શ્રવણ, મનન અને નિદિધ્યાસન (એકાગ્રધ્યાન) આત્મામાં ઉતાર્યાથી જે શુભ ભાવ જાગે છે, તેથી એ અશુભ અનુબંધોના ભુકક ઊડી જાય છે. પછી આત્મા પર ચાલી આવતા સંસારપ્રવાહને સુકાઈ ગયે જ છૂટકે ને? પ્રદેશી રાજા મહા નાસ્તિક અને કઠેર કમી છતાં કેશી ગણધર મહારાજના ઉપદેશથી આ શરણ સ્વીકારાદિ પ્રાપ્ત કરી એ પરમ આસ્તિક બન્ય, જિનભક્ત સૂર્યાભદેવ થયે, કમશઃ મેક્ષે જશે.
સૂત્ર-નિરyવષે વાયુમે માથે સુપરિનામે, હવે विअ विसे, अप्पफले सिआ, सुहावणिज्जे सिआ, अपुणभावे सिआ ।
અર્થ-વિવેચન આ રીતે આ પંચસૂત્ર દ્વારા હૃદયમાં લ્લસિત થયેલા શુભ અધ્યવસાચોથી અશુભાનુબંધરૂપી ઝેર દૂર થાય છે, તેથી અશુભ કર્મનું હવે વિપાકની પરંપરા ચલાવવાનું