________________
૧૬૨
છે. જે કાળ, સ્વળાવ, પૂર્વકર્મ કે ભવિતવ્યતાથીજ આત્માનો ઉદ્ધાર થઈ જતું હોય, તે શાસન-સ્થાપવાની જરૂર શી? પરંતુ છ મેક્ષમાર્ગની આરાધનામાં પુરુષાર્થ ફેરવે એટલા માટે એ આરાધનાનું શાસન સ્થાપ્યું. એમાં પંચાચારમાં વીર્યાચાર નામનો જુદો આચાર બતાવ્યું, એ સર્વ ફેરવવા માટે, જેથી નિર્દોષ અને સબળ આરાધના થય.
અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્રાર્થના સવિષયા છે, અથવા સદ્દવિષયા છે. વિષય =આલંબનભૂત વ્યક્તિ, અર્થાત્ પ્રાર્થના કેઈ કાલ્પનિક કે અકિંચિકર વ્યક્તિ આગળ નથી કરવામાં આવતી, કિંતુ વાસ્તવિક અને સમર્થ પ્રભાવશાળી વિશિષ્ટ કાર્યકર વ્યક્તિ આગળ કરવામાં આવે છે; તેથી પ્રાર્થના નિષ્ફળ જવાને સંભવ નથી. કેમકે પ્રાચ્ય પુરુષની લોકોત્તર ઉત્તમતા એ એમની આગળ પ્રાર્થના કરનારા હૃદયને એવું ભીનું કુણું, નમ્ર અને ઉદાર બનાવી દે છે, કે તેથી એ હદયમાં અનેક ગુણોના આવર્જન (આર્કષણ) થાય છે. પ્રાચ્યું પુરુષના આલંબને જ આ બને છે, એ એમને વિશિષ્ટ પ્રભાવ છે. તેથી એમની આગળ શુદ્ધ ભાવે કરાતી પ્રાર્થનાના પણ મૂલ્ય ઓછાં નથી. પ્રાર્થના તો પારસ છે, એ જીવને ગુણસુવણના જવલંત તેજ આપે છે, લેતા જેવા ગુણ હીન આત્માને સોના જે ગુણ-સંપન્ન બનાવે છે. અનમેદના માટેની પ્રાર્થના પણ એવી અનુમોદનાની બક્ષીસ કરે છે કે જેના યોગે કમશઃ નિરતિચાર વિશુદ્ધ ચારિત્ર સુધી પહોંચી, જીવ અજર અમર થાય છે. વાહ ! અહિં માનવ ભવમાં કેવી મહામૂલ્યવંતી પ્રાર્થનાની સુલભતા ! વસ્તુની પ્રાર્થના વસ્તુની