________________
૧પર
અર્થ-વિવેચન –“ઇચ્છું છું કે તારક દેવાધિદેવ અને સદ્દગુરુએ મને પ્રાપ્ત થયા છે તે હું એમની સેવા-ઉપાસના કરવાને ગ્ય થાઉં, લાયક થાઉં.” ઉત્તમ પુરુષોની સેવા સારી રીતિએ એગ્ય આત્માઓ જ કરી શકે. વળી, એગ્ય બનીને કરાતી સેવા સેવ્યની આજ્ઞાને પાત્ર બનાવે છે. માટે “એમની કલ્યાણકારી આજ્ઞા ઝીલવાને હું પાત્ર બનું.” જિનની આજ્ઞાનું પાલન તે શિવસુંદરીને સંકેત છે. “એની પ્રતિપત્તિવાળ થાઉં, સ્વીકાર, ભક્તિ,બહુમાન અને સમર્પિતતાવાળો થાઉં જેથી એમની આજ્ઞાને અતિચાર-રહિતપણે સંપૂર્ણ પાળી આજ્ઞાને પાર પામનાર થાઉં, અર્થાત્ નિરતિચાર આજ્ઞાપાલનની પરાકાષ્ઠાએ હું પહોંચું ” એ માટે આ મારી બહુમાનવાની પ્રાર્થના છે.
સેવા ભક્તિ વિના આજ્ઞાની લાયકાત ન મળે, અને આજ્ઞા ઝીલવાની સમ્યગ્ર આત્મ-દશા વિના સાચે સ્વીકાર અને સમર્પિતપણું અશક્ય છે. અને સમર્પિતપણું વિના સંપૂર્ણ આજ્ઞાને પાળી લેશપણ ખલના કે દેષ ન લગાડી પાર ઉતારવાનું અશક્ય છે. માટે એ કમ મૂક્યો, કે “સેવા ભક્તિની લાયકાત મળે, આજ્ઞા ઝીલવાની યેગ્યતા મળે, આજ્ઞાનું પાલન મળે, ને આજ્ઞાપાલનને દેષ લગાડ્યા વિના અખંડ ચલાવી પરકાષ્ઠાની આજ્ઞાના પાલન સુધી પહોંચું.”
અહીં સૂચવ્યું કે દેવ-ગુરુ-સંગ મળવા પર પહેલું કર્તય લાયક બની એમની સેવા કરવાનું છે. શય્યભવ, ભદ્રબાહુ, હરિભદ્ર, વગેરે બ્રાહ્મણે ચારિત્ર લઈને પહેલાં દેવ-ગુરુની સેવામાં લાગી ગયા, તે જિનાજ્ઞા-જિનવચનને ગ્ય બની એને ઝીલતા પ્રભાવક આચાર્ય થયા. વરાહમિહિર, કુલવાલક, બાલચંદ્ર વગેરે