________________
દુકૃતગર્તી અને દેવ-ગુરુ-સંગ તથા એની પ્રાર્થના એ ત્રણ પર બહુમાન પણ ઈચ્છનીય છે, તે એવું કે એની આગળ જગત કૂચા લાગે, જાતડહાપણ વાહિયાત લાગે.
આ ગહ, સંગ, પ્રાર્થના અને બહુમાન એ મેલબીજસાધક સુદઢ શુભાનુબંધ ઊભું કરી આપે છે. તેથી જેમ સેનાનો કળશ તૂટી ગયા પછી પણ સોનું ઊભું છે, એમ અહીં મૃત્યુ થઈ એ ચારનો અંત થવા છતાં એને સાર-સવ-અર્ક ઊભે રહે છે. અને એથી ભવાંતરે શુભ પરંપરા ચાલુ રહે છે. ગુણસેન રાજાને અગ્નિશર્મા તાપસનાં પારણાં અજાણે ચૂકાવ્યાનું અનુચિત થયું લાગ્યું અને એથી એના પ્રત્યે વિશેષ ક્ષમાપના કરે છે, તથા દેવ-ગુરુસહિત જૈન ધર્મના પ્રાપ્ત સંગને અતિ દુર્લભ ગણી એના પર ઓવારી જાય છે, તે એથી એ શુભાનુબંધ ઊભે થયે કે પછીના ભવમાં એ ઉત્તરોત્તર આગળ વધતાં અંતે સમરાદિત્ય કેવળી ભગવાન થયા. આમ પ્રાર્થના, બહુમાન, ગહ આદિ મેક્ષ પર્યત ઉપયેગી થાય એવી શુભ સંસ્કારની અને શુભ કર્મની પરંપરાને અખંડિત રાખે છે. પ્રાર્થનાથી આવી પરંપરાને આપનારું શુભ કર્મ મને પ્રાપ્ત થાઓ.
આ અરિહંતાદિનો સંયોગ સેવાથી સફલ છે. સંયોગ મળ્યા પછી અરિહંતની સેવા કરીએ તે સંગ સાર્થક થયે. એમની સેવા સતત કરવી એ માનવ-જીવનની લ્હાણ છે. બીજાની સેવાથી જીવે સુખને બદલે દુઃખ દીઠાં છે. આમની સેવાથી શાશ્વત સુખ લાધે છે. તેથી જ,
સૂત્ર-ત્તિગેસુ કહું વારિ સિગા, શાળારિ વિના, पडिवत्तिजुत्ते सिआ, निरइआरपारगे सिआ।