________________
૧૪૯
સૂચવતા, “કિંતુ, હું આ બંને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ થાઉં? એવો હૃદયને દઢ નિર્ણય સૂચવે છે.
અરિહંતાદિનો સમાગમ પણ માત્ર સ્વબળે જ નથી મળવાનો, પણ દેવાધિદેવ અને સદ્દગુરુની કૃપાથી થવાનો છે. માટે એમની આગળ એની પ્રાપ્તિની દિલભરી ઉત્તમ પ્રાર્થના હો. પ્રભુ ! તમારે સંગ મને સતત થાય, એવું જીવંત છે. અહે! પરમ પુરુષને કરાતી આવી ઉત્તમ વસ્તુની પ્રાર્થનામાત્ર પણ જગતમાં કેવી અલભ્ય, અણમોલ અને અનંત ઉપકારક વસ્તુ છે!
વળી “એના ઉપર મને બહુ જ સદભાવ અને માન છે,' જેથી જીવનમાં હૃદયના ઉલ્લાસ સાથે આ પ્રાર્થના વારંવાર હું કરું. “આવી રીતે પ્રાર્થના વારંવાર કરવાથી મને મોક્ષનું બીજ પ્રાપ્ત થાઓ.” પ્રાથના આત્માને નમ્ર બનાવે છે, જેની આગળ પ્રાર્થના કરાય છે એના તરફ વિશેષ નિકટભાવ અને ઝુકાવટ કરે છે, અને શુભ અધ્યવસાયને જગાડી દીર્ઘકાળ સુધી જીવંત રાખે છે, તથા જીવને સુસંસ્કારથી સમૃદ્ધ કરે છે ! એથી મિથ્યાત્વાદિ કર્મ નાશ પામે છે, અને મેક્ષબીજ પ્રાપ્ત થાય છે. મેક્ષબીજ સુવર્ણના કળશની જેમ અનુબંધવાળું શુભ કર્મ છે. અનુબંધ એટલે શુભની પરંપરા, જેમ સેનાનો કળશ ભાગી જવા છતાં સોનું કાયમ રહે છે, તેવી રીતે પ્રાર્થનાથી પ્રાપ્ત થયેલું શુભ પુણ્યકર્મ વિપાકે ભગવાઈ જવા છતાં એ શુભાનુબંધી કર્મ હોવાથી નવું શુભ ઊભું થઈ જાય છે. અર્થાત્ શુભપરંપરા ઊભી રહે છે. અહીં સુપ્રાર્થના અને બહુમાન દુષ્કતગહ અંગે લઈએ તે આ પ્રણિધાન