________________
૧૩૫
વળી લૂંટારાના ત્રાસથી બચાવી શકે એવા રક્ષકેના શરણે જનારે રક્ષણના બહુમૂલ્ય આંકે છે એવી રીતે જેના વડે એમ મનાય કે-ધર્મ એ સર્વ કલ્યાણનું કારણ છે માટે ધર્મને શરણે જાઉં છું, એને મન ધર્મના મૂલ્ય અગણિત હોય. એ સમજે છે કે-“ખાવું-પીવું એ ધર્મ નથી, પણ ત્યાગ-તપ એ ધર્મ છે, તેથી કલ્યાણ ત્યાગ-તપમાં છે, ખાવા, પીવામાં નહિ; પુણ્યના
પડે ત્યાગ તપ જમે થાય છે. ખાવાપીવાનું નહિ; અનાદિની ખાવાપીવાની લત ત્યાગ-તપથી જ મટે, પણ ખાવાપીવાથી નહિ. અનેક પ્રકારના રાગદ્વેષના સંકેલશ વિહવળતા, કુવિચારે, અતૃપ્તિ,-અધીરાઈ વગેરે ખાનપાન પાછળ છે. ત્યાગતપમાં તે એ બધાની શક્તિ ! માનવ જીવનની મહત્તા ત્યાગતપમાં છે, ખાવાપીવામાં નહિ. પરલોક ઉજળે સાગતપથી બનશે, અનેક પાપ ત્યાગતપથી અટકશે, સવિચારણાએ ત્યાગ-તપથી ખીલશે, નિર્વિકારતા ત્યાગતપથી આવશે, રગડાઝઘડા ત્યાગતપથી અટકાવાશે, આ અને ભાવના અનેક સુખો ત્યાગત રૂપ ધર્મથી જ થશે પણ રંગરાગ અને ભેગથી નહિ. ધર્મનું શરણું લેતાં જરૂર સચોટપણે હૃદયમાં ભાસવું જોઈએ કે આના સિવાય બીજી કઈ વસ્તુથી મારું કઈ કલ્યાણ નથી, ભલું નથી.”
કુમારપાળ : જન ધમની મહત્તા સકલકલ્યાણહેતતાથી –સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાને જે ધર્મશાસન સ્થાપ્યું છે, એ સકલ કલ્યાણને, ઠેઠ વીતરાગ સર્વજ્ઞતા સુધીના સમસ્ત શુભ ભાવને પ્રગટ કરનારું છે. એવા ધર્મશાસનની રૂએ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે રાજા કુમારપાળની શ્રદ્ધા મજબૂત કરી. બન્યું એવું કે એક યેગી દેવાધિએ રાજાને