________________
૧૪૩
તે પણ દુષ્કતની સાચી શુદ્ધિ ન થાય. “દુષ્કર્ડ ” માં (૪) “દુ” ને અર્થ એ છે કે હું આવા દુષ્કૃત્યને આચરનાર મારા આત્માની દુગછા કરું છું. મને મારી જાત માટે શરમ થાય છે કે મેં કયાં આવું અકાર્ય સેવ્યું? અને (૫) “ક” કહેતાં મારાથી કરાયેલા તે પાપને, (૬) “તું” કહેતાં ઉપશમભાવથી લંઘી જાઉં છું. અર્થાત દુષ્કૃત્યના સેવનમાં અને તેની અનુમોદનામાં મૂળ કારણભૂત બનેલા કે પાછળથી ઉપયોગી થયેલા જે કષાયે, તેને ત્યાગ કરીને ઉપશાંત બનું છું; એટલે કે ક્ષમા, મૃદુતા, નિર્લોભતા, પાપને તિરસ્કાર, વગેરે ભાવે ધારણ કરી તે દુષ્કાનાં આર્કષણ-પક્ષપાત વગેરેના સીમાડા ઓળંગી જાઉં છું. આત્મામાંથી એના કુસંસ્કારે ઊખડી જાય એ માટે ખૂબ સાવધાન અને ઉપગવાળે બનુ છું.
સંક્ષેપમાં આપણાથી થઈ ગયેલાં દુષ્કૃત્યોને સાચો “મિચ્છા મિ દુક્કડ” કરે છે અને તે કરીને દુષ્કૃત્યના સંસ્કાર અને દુષ્કૃત્યથી બંધાયેલા કર્મો આત્મા પરથી ભૂસી નાખવા હોય તે આટલું જરૂરી છે, -૧. અહંભાવના ત્યાગ સાથે સાચા પશ્ચાત્તાપને એગ્ય કેમલ અને નમ્ર હૃદય ૨. દો પર તિરસ્કારભાવ, ૩. આત્માની સ્વછંદ અને નિરંકુશ વૃત્તિ પર કાપ, ૪. આપણું દેષિત આત્મા પ્રત્યે દુર્ગછા અને પ. દેષ સેવનને પોષનારા દુષ્કૃત્યના મૂળમાં રહેલ કષાયની શાંતિ સાથે ક્ષમાદિ ધર્મોનું આલંબન જરૂરી છે. ભગવાન અરિહંત દેવથી માંડી સર્વ છે અને સર્વ જડ સાધનો પ્રત્યે ગમે તે પકારે જન્મ–જન્માંતરમાં થયેલા દુષ્કૃત્ય બદલ જે આ પદ્ધતિએ નિંદા, ગહ,