________________
૧૩૬,
ગમાયાથી મહાદેવ સાથે એના પિતા હાજરાહજૂર બતાવ્યા, ને ત્યાં પિતાએ કહ્યું: “જે કુમારપાળ! આ શંકર ભગવાનની ભક્તિથી હું સ્વર્ગ પાયે, તે તું પણ આ દેવને જ માનજેપૂજજે.” પછી કુમારપાળે હેમચંદ્રસૂરિજીને પૂછતાં એમણે રાજાને એના પૂર્વજોની પરંપરા ચાવીસ તીર્થકર ભગવાનની પૂજા કરતી બતાવી ! ને એ પૂર્વજોએ રાજાને જૈન ધર્મ જ આરાધવા કહ્યું. રાજા વિચારમાં પડ્યો, ત્યાં સૂરિજીએ કહ્યું,-રાજન ! પેલી યેગમાયા; ને આ પણ ગમાયા. ખરી રીતે તે જિન ધર્મ જ સકલ કલ્યાણનું શુભ ભાવેનું કારણ હોઈ માન્ય છે એ યુક્તિતા સિદ્ધ છે, માટે જ એ શરણ કરવા છે.” રાજા જેન ધર્મમાં સ્થિર શ્રદ્ધાવાળે બન્યું. એણે જૈન ધર્મને વ્રત નિયમ, આચાર–અનુષ્ઠાન ને સુકૃત-સદ્ગુણોથી જીવનને એવું ગૂંથી લીધું કે સર્વત્ર સ્વ-પરને કલ્યાણભૂત દયા-વૈરાગ્યાદિ શુભ ભાવમાં એ રમતા રહેતા.
વળી ધમ “કમ્મરણ–વિહાવસૂ- જ્ઞાનાવરણાદિ કર્મરૂપી વનને બાળી નાખવા માટે અગ્નિ સમાન છે. કર્મ વનમાં દુઃખના કલેશનાં ફળ નીપજે છે. સર્વ-કથિત શુદ્ધ ધર્મના અભાવે આત્મામાં એ વન ફૂલ્યું ફાવ્યું છે, અને અનાદિ અનંતકાળથી જીવને એના દુઃખરૂપી કડવાં ફળ ચખાડા કરે છે. દુઃખ એ કંઈ આત્માને સ્વભાવ નથી. એ તે કર્મના ઉદયે આવે છે. ત્યારે કર્મ હિંસાદિ પાપોથી જમે છે. સર્વ કહે શુદ્ધ અહિંસાદિ ધર્મ આ કર્મવનને બાળી ભસ્મીભૂત કરે છે. પછી દુખનું નામ પણ નથી રહેતું. પછી તે સ્ફટિકવત્ નિર્મળ આત્મામાં અનંત જ્ઞાન અને અનંત સુખની શાશ્વત જોતિ ઝગમગે છે. અહે! કે સુંદર ધર્મ ! હું એને