________________
૧૩૯
શ્રેષથી, કે મેહથી (અજ્ઞાનથી), તે આ ભવમાં કે પૂર્વ ભવને વિષે, જે કાંઈ આચર્યું હોય તે બધું મારે ગહિત છે, નિન્દ છે, જુગુપ્સનીય ( દુર્ગછનીય) છે; કેમકે તે સમ્યગ્ધર્મથી બહિર્ભુત . માટે જ, તે તજવા ગ્ય છે,-એવું મેં કલ્યાણમિત્ર (આત્મહિતેષી) એવા ગુરુભગવંતના વચન થકી જાણ્યું. (અહંત ભગવંતના વચનની ગુરુ થકી પ્રાપ્તિ થઈ હોય ત્યારે પ્રાયઃ આ કેમ બને તેથી આમ કહ્યું. અહિં ઉપદેશક ગુરુદેવે એકાંતે પરના હિતચિંતક છે, પરને કલ્યાણ-સાધનામાં સહાયક-મિત્ર છે, એટલે એમનું વચન તથ્ય અને પથ્ય જ હેય માટે એમના હિતવચનાનુસારે, બેટી આચરણે એ દુષ્કત છે, ત્યાજ્ય છે એ પ્રમાણે મને બરાબર મનમાં ઠસી ગયું છે.) સદ્દગુરુના કહેવા મુજબ જ વસ્તુસ્થિતિ છે-એવું શ્રદ્ધાથી મને રુચ્યું છે. એટલે અરિહંત અને સિદ્ધ ભગવાનની સમક્ષમાં તે અગ્ય, અધમ આચરણોને હું ગહું છું, નિંદુ છું. એના પર મને જુગુપ્સા થાય છે. એ દુષ્કૃત્ય છે, ને મારે ત્યાજ્ય છે. આ પ્રસંગે તે સઘળું મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ, મિથ્યા થાઓ,મિથ્યા થાઓ.
અહીં દુષ્કૃત્યો સમજવા જેવાં છે. શ્રી અરિહંત પરમાત્માની કે તેમની મૂર્તિની તથા મંદિરની આશાતના અવિનય, અવર્ણવાદ, કે અનાદર; એમની આજ્ઞાની અવહીલના, એમના માર્ગને વિરોધ કે વિરાધના, અશ્રદ્ધા કે અશુદ્ધ પ્રરૂપણ, વગેરે એમના પ્રત્યેનું વિપરીત આચરણ ગણાય. લક્ષ્મણ સાધ્વીને એની પાછળ આઠસે કેડાછેડી સાગરોપમના કાળ સંસારમાં ભટકવાનું થયું. શ્રી સિદ્ધ ભગવાન પ્રત્યેનું વિપરીત આચરણ શું? અભવ્યના જેવી માન્યતા - સિદ્ધ કઈ