________________
૧૩૪
એ પણ ખરું કે ધર્મનું આવું સ્વરૂપ હેવાથી જ ધર્મને શરણે જનારે (૧) ધર્મ સેવતાં કઈ વિષયાશંસા કે માનાકાંક્ષા ન રાખે, કેમકે એ આશંસા તે રોગવિષને પિષનારી છે, (૨) વળી જે બીજાઓની ધર્મ પ્રવૃત્તિમાં કદાચ ધર્મવૃત્તિને બદલે રાગનાં તાંડવ જુએ તો તેમાં એ ભળે નહિ, એમાં એનું દિલ ઠરે નહિ; તેમજ (૩) સાંસારિક પ્રવૃત્તિમાં રાગદ્વેષના તેફાનમાં પિતે સપડાતે હેય ત્યાં એમ થાય કે “અરે ! આવો મહામંત્ર સમે શુદ્ધ ધર્મ મારી પાસે છતાં હજી રાગદ્વેષના ઝેર આત્મામાં ઘાલી રહ્યો છું, એ કેવું મારું દુર્ભાગ્ય ! કયારે આ શરણનો સ્વીકાર મને શુદ્ધ ધર્મની સ્પર્શન કરાવી રાગદ્વેષથી બચાવી લે !”
વળી આ ધર્મ સર્વજ્ઞ ભગવાનને કહેલો હાઈ બહેઊ સયલ કલ્યાણુણ દેવ-મનુષ્યની સારી ગતિ, યશ અને શાતા વગેરે થાવત્ મેક્ષ સુધીના સકલ કલ્યાણનું સચોટ સાધન છે. આ વિશેષણ સૂચવે છે કે અધર્મ એટલે કે હિંસા, જૂઠ, ચેરી, અબ્રહ્મ, પરિગ્રહ વિગેરે તથા ક્રોધાદિ કષાયે, મિથ્યાત્વ, તથા કુશા ઈત્યાદિ કલ્યાણના સાધન નથી. કદાચિત અજ્ઞાનવશ એમાંનું કેઈનું આલંબન લીધું હોય, તો પણ એને કલ્યાણના સુખના સાધન (કારણ) તરીકે હરગીઝ ન મનાય. કલ્યાણ અને સુખનું સાધન તે ધર્મજ. આ શ્રદ્ધાથી જ ધર્મનું શરણ સફળ થાય. જેમ સાચા વૈદ્યને “હું તમારે શરણે છું” એમ કહેનારા દરદી જરૂર માને છે કે બીજા બેટા વૈદ્ય તથા દેષ પોષક વસ્તુ આરોગ્યના હિતકારક નથી, બલકે હિતનાં ઘાતક છે, (અવધક છે. તેવી રીતે કે ઈ મેટા માણસને શરણે ગયેલ દુઃખી દરિદ્ર સમજે છે કે આમનાથી જ મારી દરિદ્રતા ને દુઃખ ટળશે;