SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ વળી લૂંટારાના ત્રાસથી બચાવી શકે એવા રક્ષકેના શરણે જનારે રક્ષણના બહુમૂલ્ય આંકે છે એવી રીતે જેના વડે એમ મનાય કે-ધર્મ એ સર્વ કલ્યાણનું કારણ છે માટે ધર્મને શરણે જાઉં છું, એને મન ધર્મના મૂલ્ય અગણિત હોય. એ સમજે છે કે-“ખાવું-પીવું એ ધર્મ નથી, પણ ત્યાગ-તપ એ ધર્મ છે, તેથી કલ્યાણ ત્યાગ-તપમાં છે, ખાવા, પીવામાં નહિ; પુણ્યના પડે ત્યાગ તપ જમે થાય છે. ખાવાપીવાનું નહિ; અનાદિની ખાવાપીવાની લત ત્યાગ-તપથી જ મટે, પણ ખાવાપીવાથી નહિ. અનેક પ્રકારના રાગદ્વેષના સંકેલશ વિહવળતા, કુવિચારે, અતૃપ્તિ,-અધીરાઈ વગેરે ખાનપાન પાછળ છે. ત્યાગતપમાં તે એ બધાની શક્તિ ! માનવ જીવનની મહત્તા ત્યાગતપમાં છે, ખાવાપીવામાં નહિ. પરલોક ઉજળે સાગતપથી બનશે, અનેક પાપ ત્યાગતપથી અટકશે, સવિચારણાએ ત્યાગ-તપથી ખીલશે, નિર્વિકારતા ત્યાગતપથી આવશે, રગડાઝઘડા ત્યાગતપથી અટકાવાશે, આ અને ભાવના અનેક સુખો ત્યાગત રૂપ ધર્મથી જ થશે પણ રંગરાગ અને ભેગથી નહિ. ધર્મનું શરણું લેતાં જરૂર સચોટપણે હૃદયમાં ભાસવું જોઈએ કે આના સિવાય બીજી કઈ વસ્તુથી મારું કઈ કલ્યાણ નથી, ભલું નથી.” કુમારપાળ : જન ધમની મહત્તા સકલકલ્યાણહેતતાથી –સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાને જે ધર્મશાસન સ્થાપ્યું છે, એ સકલ કલ્યાણને, ઠેઠ વીતરાગ સર્વજ્ઞતા સુધીના સમસ્ત શુભ ભાવને પ્રગટ કરનારું છે. એવા ધર્મશાસનની રૂએ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે રાજા કુમારપાળની શ્રદ્ધા મજબૂત કરી. બન્યું એવું કે એક યેગી દેવાધિએ રાજાને
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy