________________
RE
(૩) સાધુ શરણુ:-ત્રીજા નખરમાં સાધુ મહાત્માનું મને શરણુ છે. કેવળ સિદ્ધ ભગવંતા જ શરણુ નહિ, કિંતુ સાધુમહાત્માઓ પણ મારે શરણુ છે. તે સાધુ ભગવંતા કેવા છે ? પ્રશાંત અને ગંભીર આાયવાળા છે. ક્ષમાને ધારણ કરનારા હોવાથી એમના ચિત્તના પરિણામ (અવસ્થા) પ્રશાંત છે, પણ ઉછળતા ધમધમતા નથી. માટે જ એ ક્ષમાશ્રમણ કહેવાય છે. તેમજ એમની ચિત્તવૃત્તિ અગાધતાને લીધે ગભીર છે, પણ છીછરી અને ક્ષુદ્ર નથી. તુચ્છ વિચાર, તુચ્છ ગણતરી તુચ્છ લાગણી એમને નથી. સાચા સુખનુ' આ કેવું સુંદર સાધન ! પામર પ્રાણી આવેશને વશ થઈ ક્રોધમાં ધમધમતે પહેલાં તે જાતેજ દુ:ખી અને છે, વળી બીજાને દુઃખી કરે છે, ને પરિણામે પણ દુઃખને નોતરે છે. ક્ષમાશીલ મનુષ્ય આવેશને રેકી કરેલ ચિત્તવાળા અનેલે કાઈ પણ આંતરિક કલેશનો ભાગ નથી પોતે અનતા અને તેથી બીજાને મનાવતા. એ તા કર્માંના વિચિત્ર નાટકને નિહાળતા આપત્તિમાં પણ સાચી પ્રસન્નતા અનુભવે છે. એથી અવસરે બીજાને પણ ધાર્મિક અને પ્રશાંત બનાવી દે છે ! યશેાધર ચરિત્રમાં પ્રસંગ છે. સુદત્ત મુનિવર નગર બહાર ધ્યાનમાં ઉભા છે. રાજા શિકારે જવા નીકળેલા મુનિને જોઈ અપશુકન માનીને એમના પર શિકારી કૂતરા છેાડે છે. પરંતુ કૂતરા પ્રશાંત મુનિ નજીક પહેાંચતાં, એમના તપ–સયમની પ્રભાથી અંજાઈ શાંત થઈ ઉભા રહ્યા ! રાજા ક્ષેાભ પામ્યા. ત્યાં એક શ્રાવકના કહેવાથી સમજ્યું કે
આ તે માટા રાજકુમાર હતા ને મહાત્યાગી સાધુ બનેલ છે,’ એટલે રાજાને ભારે પસ્તાવા થયા કે ‘હું કૂતરાથી ય ગયા ?'