________________
૧૨૯
મુનિવરે જ છે. એમને ઉપકાર પિતાને અને બીજાને માટે એકાંતિક છે, એટલે કે અપકાર(અહિત)ના લેશ વિનાને કેવળ શુધ્ધ ઉપકાર છે; તથા તે ઉપકાર આત્યંતિક એટલે કે છેલ્લે છે, અર્થાત્ જે ઉપકારની પછી હવે બીજા ઉપકારની અપેક્ષા નહિ રહે, કેમકે જીવ આ દષત્યાગ-ગુણપાલનના ઉપકારથી અંતે અનંત સુખ પ્રાપ્ત કરી હંમેશ માટે કૃતકૃત્ય બનશે. એ એમને ઉપકાર છે. નાસ્તિક રાજા પ્રદેશીએ “સાધુ-સન્યાસી તે લોકોને ધર્મ તપ-દાન–વતાદિ કરાવી દુઃખી કરે છે એમ માની એમને નગરમાં આવતા બંધ કરેલા. પરંતુ શાણું મંત્રીની ગુપ્ત જનાથી કેશી ગણધર ત્યાં ઉદ્યાનમાં પધાર્યા. રાજા એ જાણી એમને વાદથી નિરુત્તર કરી રવાના કરવા માટે ઘેડે ચઢીને ત્યાં ગયો, અને રફથી કહે છે “આ શું ધતીંગ માંડ્યું છે? શાને ધરમ? શાને આત્મા? આત્મા ધર્મ પાપ વગેરે ખરેખર વસ્તુ હતી તે તમારા હિસાબે મારે પાપી બાપ નરકમાંથી અને મારી ધમી મા સ્વર્ગમાંથી આવી મને સલાહ આપત. પરંતુ એવું કાંઈ બન્યું નથી. એટલે આત્મા, ધર્મ વગેરે કલ્પિત છે. બેલે શું જવાબ છે?” કેશી મહારાજે જરા વિમિત કે ક્ષુબ્ધ થયા વિના એને આત્મા, ધર્મ, પાપ, સ્વર્ગ, નરક વગેરેની એવી તાત્તિવક વિચારણું આપી કે રાજા પગમાં પડી રુદન કરતા ક્ષમા માગે છે, અને મહાન આસ્તિક શ્રાવક બની અને સૂર્યાભવિમાનનો માલિક મહાન જિનભત દેવ થાય છે. સાધુને રાજા ઉપર કેટલે ભવ્ય ઉપકાર થયે કે રાજા હવે કમશઃ મેક્ષ પામી કૃતકૃત્ય બનશે.