________________
૧૩૦
વળી તે સાધુ ભગવંતો પઉમાઈનિદંસણું કમળ, શરદઋતુના નિર્મળ પાણું, વગેરના દષ્ટાંત જેવા (ઉપમાવાળા) છે. જેમ કાદવમાં ઉત્પત્તિ અને જલમાં વાસ હોવા છતાં કમલ એ બન્નેને સ્પર્શ પણ કર્યા વિના ઉંચે રહે છે, તેમ સાધુ ભગવંતે કામથી જન્મેલા અને ભેગથી ઊછરેલા છતાં કામગ બનેને સ્પર્યા વિના નિર્વાસનામય જીવન જીવે છે. એવી જ રીતે સ્વરૂપે નિર્મળ, મીઠા અને શાંત એવા શરદ ઋતુના સરોવરની જેમ ઉપશમથી સ્વચ્છ, કરુણાથી મધુર અને તૃપ્તિ-ગાંભીર્યથી ભર્યા--હૃદયવાળા સાધુ ભગવંતે પણ પવિત્ર, દયાળુ, ગંભીર અને શાંત હોય છે. આમને સત્સંગ કે આલ્હાદકારી, શીતળ અને અનંત ગુણાવહ બને! એવા મહર્ષિના શરણે જઈને ક્યારે હું પણ કમળ–દષ્ટાંતનું જીવન જીવું!
તે મુનિમહંતે સંસારની કામગની ગલીચ વૃત્તિ-પ્રવૃત્તિ માત્રથી અલગ બનીને ય પાછા નિષ્કિય અને એદી નથી, પરંતુ ઝાઝયણ-સંગયા” ધ્યાન અને અધ્યયનમાં લીન છે. ધ્યાનસંગત એટલે જિનાજ્ઞાની અતિનિપુણતાદિ, રાગદ્વેષાદિ આશ્રના અપાય-અનર્થ, જ્ઞાનાવરણીયાદિ કર્મના વિપાક, તથા લોકસંસ્થાન-સ્થિતિ, એ વિષય ઉપર, અથવા દ્રવ્ય-પર્યાય પૈકી એક વિષય પર એકાગ્ર ચિત્તના અનિરોધ(ફોરવણી, વિકાસધારા)વાળા છે. અથવા ૨૫ મહાવ્રત-ભાવના, ૪ મૈત્રી આદિ અને ૧૨ અનિત્યાદિ શુભ ભાવના પૈકી ગમે તે ભાવનાના એક વિષય પર એક પ્રશસ્ત એકાગ્ર વિચારસરણી, કે જ્યાં બીજા ત્રીજા વિચારને વ્યાક્ષેપ (ડહેળામણ) નહિ, તે ધ્યાનવાળા છે. અથવ સમસ્ત કિયામાર્ગમાં એકાગ્ર શુભ ચિત્તરૂપી ધ્યાનવાળા