________________
૧૧૫
શરણ સ્વીકારની ચાવી અહીં એક વસ્તુ એ ધ્યાનમાં રહે કે શરણને સ્વીકાર આ રીતે થાય. દા. ત. કે જંગલમાં ધન લઈને માણસ ચાલ્યા જતે હોય, એમાં એની પાછળ ખૂની લૂંટારાઓ પડે ત્યારે એ કેટલા બધા ભયથી દેડત હેય છે! અને તે વખતે જે સામેથી કેઈ શસ્ત્રધારી રક્ષકે મળી જાય તે કેટલી આજીજીથી એમનું શરણું માંગે છે ? પેલાએ કહે કે તું “ફકર ન કરીશ. કેની તાકાત છે તને કાંઈ હાનિ કરી શકે?” એમ જે આશ્વાસન મળે છે તે આના મન પર પિલાઓના શરણ–સ્વીકારને કેવો ગગદભાવ આવી જાય છે, ગર્ગદ દિલથી કેવું એમનું શરણું સ્વીકારે છે ! એવી રીતે આપણને લાગવું જોઈએ કે “આ સંસાર અટવીમાં કર્મ અને કષાયોરૂપી લૂંટારાઓથી આપણે પીછો પકડાયેલા છીએ. એમાં આત્મ-ધનનાશ અને દુઃખદ મત નક્કી છે. આ સ્થિતિમાં જ્યારે આપણને ચોક્કસ રૂપે બચાવી શકનાર અરિહંતાદિ ચારની જે પ્રાપ્તિ થાય છે, તે પછી આપણે અવશ્ય એમના શરણે જઈએ, પ્રાર્થના કરીએ, “હે અરિહંતાદિ ! મારે કેવળ આપનું જ શરણું છે. બીજે કે મારે આધાર નથી. કેઈ મારે રક્ષણહાર નથી, બેલી નથી, નાથ નથી, આજ મારે ત્રાણ-શરણ-નાથ છે.” હૃદયમાં કર્મ અને કષાયના તીવ્ર ભય સાથે આ શરણું સ્વીકારવામાં આવે, અર્થાત “અરિહંતા મે શરણું” એ શરણું બેલતાં જ, (૧) એક બાજુ કર્મકષાયની ભયંકર જુલ્મઝડીને ત્રાસ અનુભવાય અને (૨) બીજી બાજુ અરિહંતાર્દિ ચારનું એમાંથી બચાવવાનું અકાટય સામર્થ્ય અને (૩) એ બચાવની આપણે માટે અત્યંત