________________
૧૨૨
“પછીણુજરામરણ” જેમને જન્મ વિગેરે બીજ જ નહિ હેવાથી, જરા (વૃદ્ધાવસ્થા) અને મરણ રૂપી અંકુર પણ એમના અત્યંત ક્ષીણ થઈ ગયા છે, કે જેથી એ ફરી કદીએ જીવને સ્પર્શી શકે નહિ. એટલે, સદાને માટે અક્ષય સ્થિતિવાળા શ્રી સિદ્ધો બન્યા છે. અહે ! આ કેવી સુંદર અવસ્થા ! આ વિચિત્ર વિશ્વની રંગભૂમિ પર વિદૂષક (ભવૈયા) ની જેમ નવનવી ગતિના વેશમાં જન્મવું, પુદ્ગલના લોચા લેવા, શરીરાદિના ઘાટ બનાવવા, પિષવાની કારમી કષ્ટમય મહેનત કરવી, પણ પાછા ઘસાતા જવું અને પાછા ઘરડા થઈ મરવું ! એટલે એ બધું લુપ્ત! ત્યાં પૂર્વની બધી મહેનત અને એનું ફળ-સગવડ એળે ! અને એમાં બાંધેલા પાપ માથે ! આ બધી વિટંબણાને કાયમી અંત આવે તે પછી પીડાજ શી? સંસારના બીજા ત્રાસ તે પછી, પણ માત્ર વારંવાર પરાધીનપણે જન્મવું પડે છે એ પણ વિવેકીને શરમાવનારું લાગે છે. નાના બાળ રાજકુમાર અઈમુત્તા મહાવીર પ્રભુ પાસેથી સમજી આવ્યા કે સંસારના પાપથી ફરી ફરી જન્મવા-મરવાનું છે, ચારિત્રથી કમ ખપાવી સિદ્ધ બન્યા પછી કદી જન્મ મરણ નહિ, તો ઘરે આવી માતાને એ સમજાવી ચારિત્ર લીધું અને મોક્ષ પામ્યા, સિદ્ધ થયા. સિદ્ધ પ્રભુની અક્ષય સ્થિતિનો મીઠે ખ્યાલ જીવને પિતાના જન્મમરણાદિ પ્રત્યે ઘણા ઉપજાવે છે, અને “મને ક્યારે એવી મનોરમ અક્ષય સ્થિતિ મળે” એશે કેડ ઉત્પન્ન કરે છે. એમને જન્મ અટકવાનું કારણ એ છે કે
એ સિદ્ધ ભગવંતે “અવેઅ-કમ-કલક કર્મકલંકથી રહિત થયેલા છે. તેથી સ્ફટિકવત્ અત્યંત નિર્મલ થયેલા છે.