________________
૧૧૩
.
અંબડે આને એકેય દરવાજે જોઈ નહિ, સમજી ગયે કે પ્રભુએ કાંઈ કાચી પિચીને સુખશાતા નથી કહેવરાવી. એના મનને થયું કે “ખરેખર! પ્રભુએ મારા સમ્યફત્વને વિશેષ નિર્મળ કરવા માટે જ મારા દ્વારા આ સુલસાને સુખશાતા કહેવરાવી લાગે છે. અહે! પ્રભુને કે મહાન ઉપકાર !”
બસ અંબડ હવે શ્રાવકનો વેશ સજી કપાળમાં તિલક સાથે સુલસાને આંગણે જઈ ઉભે. સુલસા શ્રાવકને જોઈ તરતજ સામે ગઈ. “પધારે, પધારે” કરી ઘરમાં લાવી બેસાડે છે. કહે છે- “ધન્ય ભાગ્ય ! અમારા જેવા રંકનું ઘર પાવન કીધું !” પાણી વગેરે ધરે છે. પૂછે છે “આપનું શુભ નામ? કયા નગરના વાસી,? અહીં પધાર્યા છો તે અમારા સરખી શી આજ્ઞા છે?” અબડ કહે “ હું તમારા પર પ્રભુ મહાવીરને સંદેશ લાવ્યું છું.” એટલું સાંભળતાં તે સુલસા રોમાંચ અનુભવે છે ! ગળગળી થઈ કહે છે “હે! મારા ધર્મઉપગારિ વીર પ્રભુને મને સંદેશે? અહાહા ! કહે, જદી, કહે મારા જેવી રાંકડીને પ્રભુએ શું ફરમાવ્યું છે?, અંબડ કહે છે કે અહિં આવતું હતું ત્યારે પ્રભુને મેં કામકાજ પૂછયું, પ્રભુએ શ્રીમુખે મને કહ્યું ત્યાં સુલતાને અમારી સુખશાતા કહેજે !” બસ, એટલું સાંભળતાં તે સુલસા પાણી પાણી થઈ ગઈ! ઝટ ઉભી થઈને પ્રભુ જે દિશામાં વિચરતા હતા તે દિશામાં પોતે પ્રભુને મનનાં લાવી પંચાંગ પ્રણિપાત વંદના કરે છે, અને બેલી ઉઠે છે કે “પ્રભુ ! આ તે આપની કેટલી બધી દયા કે પાપઘરમાં બેઠેલી મને યાદ કરી!! મને આપની સુખશાતા કહેવરાવી ! શી મારી લાયકાત?.