________________
૧૦૦
શુદ્ધ ધર્મની ભાવથી પ્રાપ્તિ થઈ સંસારનો ઉચ્છેદ થાય છે. જે કારણ થકી આ ત્રણ સાધનોથી અવશ્ય દુઃખમય, દુઃખફલક, અને દુઃખાનુબંધી સંસારના નાશરૂપ પ્રસ્તુત તત્ત્વની સિદ્ધિ થાય છે, એટલાજ માટે મેક્ષાથી ભવ્ય જીવે એ ઉપાયેનું સેવન હંમેશા કરવું જોઈએ. તે પણ પ્રશસ્ત પ્રણિધાન (એકાગ્રતા, ભાવવિશુદ્ધિ અને કર્તવ્યના નિશ્ચય સાથે કરવું જોઈએ. અહીં કાળને વિચાર નથી, કિંતુ જ્યારે જ્યારે એ કરાય ત્યારે ત્યારે સુંદર પ્રણિધાન સાથે કરવું જોઈએ, કેમ કે કાર્ય-સિદ્ધિમાં પ્રણિધાન એ સાધનાનું પ્રધાન અંગ છે. કહ્યું છે કે, પ્રણિધાનથી કરેલું કર્મ ઉત્કટ વિપાકવાળું માન્યું છે, કેમકે, એમાં અવશ્ય અનુબંધ પડે છે, અને એથી આગળ પ્રવૃત્તિ વગેરે લેગ સિદ્ધિ સુધી પહોંચાડે છે. દશકમાં સાધક માટે પ્રણિધાન-પ્રવૃત્તિ-વિહ્મજયસિદ્ધિ એ કમ બતાવ્યું છે, તે પ્રણિધાનની અતિ આવશ્યકતા સૂચવે છે. શાલિભદ્રના જીવે પૂર્વભવમાં થોડું પણ દાન કર્યું, ગુરુનો સત્કાર કર્યો, અંતકાળે ગુરુનું અને ત્યાગધર્મનું શરણ–આ બધું એવા પ્રણિધાનથી કર્યું કે-પરભવે રેજની અમૂલ્ય નવાણું દેવતાઈ પટી ઉપરાંત એનોય ત્યાગ અને પ્રભુનું શરણ મળ્યાં!
હવે ધ્યાનમાં રાખવું, કે જે તીવ્ર સંકલેશ એટલે કે રાગદ્વેષને અનુભવ થઈ આત્માને અતિ હર્ષ–ઉદ્વેગ, રતિ-અરતિ, મદ-તૃષ્ણ વગેરે થતા હોય તે આ ત્રણ ઉપાયનું સેવન વારંવાર કરવું જોઈએ. બાકી સંકલેશ ન હોય અને સ્વસ્થતાએ કાળ પસાર થતું હોય, ત્યારે પણ રોજ સંધ્યાએ તે આ ત્રણ સાધન અવશ્ય સેવવાં જોઈએ.
આમાં પહેલે ઉપાય “ચાર શરણું કેવી રીતે સ્વીકારવા