________________
૧૦૮
બુદ્ધિ સાથે, “તે મિથ્યા થાઓ” એવી હાર્દિક ભાવના જાગ્રત રહે છે. ગુરુની સાક્ષીએ આ દુષ્કૃત્યેનું યથાસ્થિત નિવેદન, અને
અહો ! આ મેં ખોટું કર્યું ” તે સ્વહૃદયે પશ્ચાતાપૂર્વક સ્વીકાર એ રૂપી ગહ–આ બે પૂર્વે બંધાયેલ કર્મના અનુબંધને તેડવામાં અપ્રતિહત (સચેટ) શક્તિ ધરાવે છે. કર્મના અનુબંધ એટલે કર્મમાં રહેલી પિતાના ઉદય વખતે નવા કર્મ બંધની પરંપરા ચલાવવાની શક્તિ.
(૩) ત્રીજું સાધન સુકતની આસેવના. એટલે કે અરિહંતાદિ આત્માઓની ઉત્તમ પ્રવૃત્તિઓ અને ઉત્તમ ગુણની અનુમંદનાનું આસેવન, અહિં સુકૃત શબ્દથી અનુમોદન એટલા માટે લીધું કે અનુમોદન જે વિવેકવાળું, એટલે કે દંભ વિનાનું અને વસ્તુની કદર (મુલ્યાંકન)વાળું હેય, સાથે નિયમિત થતું હેય, તે આત્મામાં અખંડ શુભ અધ્યવસાયને અવશ્ય સાધી આપે છે. જ્યારે, સારી પ્રવૃત્તિને જાતે કરવામાં કે બીજા પાસે કરાવવામાં નિશ્ચિતપણે તેવા ભાવની સિદ્ધિ થાય જ એવું હંમેશાં નથી બનતું. અનુમોદનામાં તે મન-વચન-કાયા ત્રણેનીય પ્રસન્નતા જોઈએ; અને તે આત્મામાં મહાન શુભ પરિણતિને જગાડ્યા વિના રહેતી નથી. પુણ્ય કે પાપ ત્રણ રીતે થાય,સ્વયં કરવાથી, અન્ય પાસે કરાવવાથી, કે જાતે અનુમેદવાથી. આમાં ઉત્તમ (શુભ) અનુષ્ઠાનની અનુમોદના એ પણ એક પ્રકારનું આસેવન છે, એક પવિત્ર કાર્ય છે. તેથી વિશુદ્ધ ભાવે હદયમાં જાગે છે.
આ ત્રણે ઉપાયે ઔષધની જેમ ઔચિત્ય, સતતપણું, સત્કાર અને વિધિથી સેવાતા, સાધ્ય રોગની જેમ તથાભવ્યત્વનો પરિપાક કરે છે, અને તે પરિપાક થતાં, પાપ કર્મ નાશ પામી,