________________
૧૦૪
મિટાવવા માટે પ્રતિપક્ષી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મલ પ્રવૃત્તિ જીવનમાં સતત આચરાવી જોઈએ. શરીરમાં દીર્ઘકાળથી ગાઢપણે વ્યાપી ગયેલ રોગને દૂર કરવા જેમ ઔષધનું સેવન સતત કરવું પડે છે, તેવું જ મિથ્યાત્વાદિ ગાઢ સંસાર-રેગને હર કરવા સમ્યગ્દર્શનાદિ સતત આચરવા જોઈએ. (૩) સત્કારવળી તે ધર્મનું સેવન સત્કાર સાથે એટલે કે હૃદયના આદરબહુમાન સાથે થવું જોઈએ. જીવે સંસાર-રેગને વધારનાર મેહને આદર સાથે સેવ્યું છે, માટે જ સંસારમાં અનેક કષ્ટ અને ત્રાસ વગેરે અનુભવવા છતાં સંસાર પરને મેહ, જેમ બહુ સત્કારેલા પુત્ર પરથી મેહ ન ખસે તેમ, ખસતું નથી, અને સંસાર ઉપર ઉદ્વેગ થતું નથી. એ તે મોક્ષસાધક સમ્યગ્દર્શનાદિ ધર્મ પણ હૃદયને બહુમાન સાથે જ આચરાય તે જ મોક્ષપ્રીતિ વધે, મોહમાયા ઘટે, અને કેમે કરીને સંસાર રેગ નાબુદ થાય. વાત સાચી છે કે શેઠની નેકરી સતત સેવવા છતાં નેકર બહુમાન ન ધરાવતે હેય તે તેની કિંમત નથી અંકાતી; સારે લાભ નથી મળતું. અથવા, પત્નીની પતિ પ્રત્યેની સતત પણ આદર વિનાની સેવા પતિને (આકષ) આવઈ શકતી નથી. તેમ ધર્મ પણ સતત સેવવા છતાં આદર વિના સેવેલો હદયમાં આવઈ શકાતું નથી, એટલે કે તેના પ્રતિપક્ષી મિથ્યાત્વ-કષાય વગેરેનું હૃદયમાંથી સ્થાન મટીને ધર્મસ્થાન પામી શકતો નથી. (૪) વિધિ-આ ઉપરાંત ધર્મ શ્રવણમાં વિધિનું પાલન જરૂરી છે. આદરપૂર્વક અને સતત પણ સેવા કરનારા પુત્ર જે વિધિસર સેવા ન કરે, તે અવિવેકીપણને લઈને પિતાને તેટલા પ્રમાણમાં આવી શકતું નથી. ઔષધ