________________
૧૦૫
પણ સતત અને બહુમાનપૂર્વક સેવાવા સાથે તે તે સમય, તે તે અનુપાન, તે તે કુપથ્યનો ત્યાગ વગેરે વિધિપૂર્વક સેવાવું જોઈએ છે; નહિતર તે રોગને ન કાઢી શકે. રાજાની સરભરા પણ આદર ઉપરાંત વિધિને ય જરૂર માગે છે. તેવી જ રીતે ભવરેગને કાઢનાર ધર્મઔષધનું સેવન શાસ્ત્ર કહેલી વિધિ મુજબ થવું જોઈએ.
અહીં, ઔચિત્યમાં આજીવિકાને ગ્ય વ્યવસાય, ઉચિત લેક વ્યવહારનું પાલન, ઉચિત રહેણી કરણી, ભાષા, અને ભેજન, કુટુંબ વડિલ, મિત્ર-મંડળ વગેરે સાથે ઉચિત વર્તાવ આમ બધે જ ઔચિત્ય જોઈએ. સાતત્યમાં દર્શન-જ્ઞાનચારિત્રની તે તે પ્રવૃત્તિઓ જીવનમાં નિત્ય નિયમિતપણે સળંગ ચાલવી જોઈએ, કે જેથી એના સંસ્કાર પર સંસ્કારે દઢ થતા જાય. આદરમાં તે તે ધર્મ અને ધમી પર રત્નના નિધાનની જેમ પ્રીતિ, તેમની વાર્તા પર રાગ, તેમની નિંદાનું અશ્રવણ, નિંદકની દયા, સંસારની બીજી કઈ પણ વસ્તુ કરતાં તે ધર્મની અધિક કદર, ધર્મ પામવાની અતિ આતુરતા, પામવા માટે વિશિષ્ટ ઉદ્યમ, પામતાં સંભ્રમ અને રોમાંચને અનુભવ, તથા પામ્યાને એટલો આનંદ કે પોતાના જીવનને એથી જ મહા ભાગ્યવંત માને, અને તેને કાંઈ બાધ ન આવે તેવી કાળજી રાખે. વિધિમાં શાસ્ત્ર બતાવેલ છે તે કાળ સ્થાન, આસન, મુદ્રા, આલંબન, વગેરેનું પાલન તથા જ્ઞાન-દર્શન–ચારિત્રના આઠ આઠ પ્રકારના આચરનું તેમજ તપ અને ધર્મના આચારોનું આસેવન, વળી આ ધર્મ વિનાના આત્માઓ ઉપર ભાવ દયા; તથા ધર્મ પામેલા હદયને સહર્ષ પ્રેમ-ઇત્યાદિ વસ્તુઓ પણ વિધિમાં ગણાવી શકાય.