________________
૧૧૯
અલૌકિક સમૃદ્ધિનું પુણ્ય ઈ આ વિચારમાં ચઢ્યા, તે જગતના પુણ્ય પર વૈરાગ્ય થઈ ગયે અને પ્રભુ પાસે દીક્ષા લીધી, ભવના અંતે એ મહાવીર પ્રભુ થયા. એવા પ્રભુને શરણે જવામાં આપણે પણ પ્રભુ બની શકીએ છીએ એ આ પુણ્યની વિશિષ્ટતા છે. તે “બીજા પુણ્યના સ્વાગત, સન્માન કે ગીતગાન હવે શા સારું મને ખપે? ઓહ ! કેવા ઉત્તમ પુણ્યને ધરાવતા દેવાધિદેવની પ્રાપ્તિ મને થઈ! આ પુણ્ય જોઈ જગતમાં બીજે આર્કષણ જેવું છે જ શું? જીવનમાં મારે તે આ પુણ્યવંતા અરિહંત જ નાથ હે,” આ શ્રદ્ધા જોઈએ.
ક્ષીણરાગદ્વેષતા:-વળી રાગ, દ્વેષ અને મેહ (ઈષ્ટ પ્રત્યે આસક્તિ, અનિષ્ટ પ્રત્યે અરુચિ અને અજ્ઞાનમિથ્યાજ્ઞાન) જેમના અત્યંત ક્ષીણ થઈ ગયા છે, એવા તે પ્રભુનું શરણ છે. મારા પ્રભુ ભક્તો પરના રાગવાળા કે શત્રુ પરના વૈષવાળા નહિ. તેજોલેશ્યા મૂકનાર ગૌશાળા પર વીર પ્રભુએ વેષ ન કર્યો. મહાભક્ત ગૌતમ પર રાગ ન કર્યો. તેમજ એમનું કોઈ પણ કથન અજ્ઞાનતાભર્યું નહિ. કેમકે એ વીતરાગ સર્વજ્ઞ છે. એવા બીજા નહિ, એ તે એજ. એવા નાથને શરણે જવામાં સમ્યજ્ઞાન, વૈરાગ્યની જરૂર પ્રાપ્તિ થાય. એ માટે જ એમનું શરણ કરવાનું હેય. વળી કેવા? “અચિંત્યચિંતામણિ સ્વરૂપ છે. અચિંત્ય કેમ કહ્યું? એટલા માટે કે ચિંતામણી તે આપણે ધાર્યા મુજબનું જ ફળ આપે અને તે પણ લૌકિક આ લોક પુરતું જ ફળ; જ્યારે પરમાત્મા તે ધારણથી પણ પર (ઉત્કૃષ્ટ) એવા અકલ્પ અનંત સુખમય મેક્ષ પર્વતના ફળોને આપનારા છે. આવા અચિંત્ય ચિંતામણી રૂપ