________________
૧૧
સંસાર અને કર્મન્સં ગ હતે જ એ અનિવાર્ય છે. એમ પૂર્વે પૂર્વે વિચારતાં સંસાર એ પ્રવાહથી અનાદિને સિદ્ધ થાય છે. અર્થાત્ સંસાર થવાની ક્રિયા અનાદિથી ચાલુ છે. જેમ કેઈ પણ સમય, ઘડી, વર્ષ, વગેરે કાળ ઉત્પન્ન થવાવાળે છે છતાં આવા કાળને પ્રવાહ અનાદિથી ચાલુ છે, તેવું સંસાર માટે સમજવું.
આ સંસાર દુઃખરૂપ, દુખફલક અને દુખાનુબંધી છે (૧) દુ:ખરૂપ કહ્યું તે સૂચવે છે કે સંસાર દુખવાળો છે એમ નહિ, પરંતુ ખુદ દુઃખ છે, દુખસ્વરૂપ છે, એમાં દેખાતું વિષયસુખ એ દુઃખ છે. સુખાભાસ છે કેમકે, જેમ ખસ, ધાધર, કે ખરજવામાં ઉપડેલી ચળના દુઃખ પર ખણવાથી તે દુખને ક્ષણિક પ્રતિકાર અને ક્ષણિક સુખાભાસ થાય છે, તેમ પૂર્વે ઉત્પન્ન થયેલા તૃષ્ણની ચળના દુઃખને વિષયસંપર્કથી ક્ષણિક પ્રતિકાર અને ક્ષણિક વિષયસુખ ભાસે છે; પરંતુ પછી ચળની જેમ ભયંકર નવી તૃણુંખણજ અને નવા દુઃખને જગાવનાર બને છે. એટલે, વસ્તુગત્યા સંસારની કઈ વાત એવી નથી કે જે દુઃખરૂપ ન હોય. અથવા જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક, એ જ મહાન દુખ છે અને એ જ સંસાર છે (૨) વળી સંસાર દુ:ખફિલક એ રીતે કે સંસાર ભવાન્તરમાં બીજી ગતિમાં જન્મ, જરા, જરા, મૃત્યુ, રેગ, શેક, વગેરે આપે છે, તેથી ફલરૂપે (પરિણામે) પણ સંસાર દુઃખ આપનાર છે. આનું કારણ એ છે કે પૂર્વ કર્મના હિસાબે અવશ્ય વેદ્ય એવા આ જન્મજીવન-જરા મૃત્યુ વગેરે એવી રીતે વિતાવાય છે કે એમાંથી ન જન્માદિરૂપ સંસાર પાછો દુઃખરૂપ ખડો થાય છે. માટે સંસાર કુળમાં પણ દુઃખ આપનારે છે. તે સંસારનું ફળ-દુખ પણ