________________
•
૧૦૦
આત્માની પલટતી રહેતી અશુદ્ધ અવસ્થા, મનુષ્યાદિ ગતિશરીર વગેરે વિભાવ દશા. “કેઈ કાળે જીવ તદ્દન શુદ્ધ હતો ને ત્યારે સંસાર હતો જ નહિ” એવું નથી. જેમાં પ્રાણીઓ કર્મને પરવશ મનુષ્ય, દેવ આદિ રૂપે થાય છે (ભવતિ), એવા આ સંસારને ભવ કહે છે. તે સંસાર પણ અનાદિકાળથી કર્મ સંયોગથી ચાલ્યા આવે છે. અનાદિની વસ્તુ અનાદિના કારણેએ હોય; નહિતર તે જે કઈક વખતે આત્મા કર્મ સંગથી રહિત હોય, તે તે શુદ્ધ હોત; અને શુદ્ધ આત્માને મુક્તિ પામેલા જીવની જેમ, કદિએ સંસાર શરૂ થવાનું કાંઈજ કારણ નથી, તેથી, સંસાર થાય જ શી રીતે ? વર્તમાન સંસારનું અને શરીર-ઈન્દ્રિય-પ્રાણ વગેરેનું કારણ પૂર્વના બાંધેલા કર્મ છે, જેવાં જેવાં પૂર્વ કર્મ, તેવું તેવું શરીર વગેરે મળે. માટે શરીરાદિ એની પૂર્વના કર્મને આધીન છે. ત્યારે તે કર્મ, શરીર વગેરે સંસારના લીધે બંધાએલા છે. તે શરીરાદિ એની પૂર્વના બાંધેલા કર્મથી મળેલા. તે કર્મ તેથી પૂર્વના શરીરદ્વારા, અને તે શરીર પૂર્વના કર્મ દ્વારા....આ રીતે પૂર્વ પૂર્વ કાળને વિચાર કરતાં સંસાર અને કર્મ–સંગોને પ્રવાહ અનાદિ સિદ્ધ થાય છે. યુક્તિસિદ્ધ આ અનાદિતા ન માનતાં, “ક્યારેક શરૂઆત તે થઈ જ હોય ને !” આવી મનમાની કલ્પના કરવી તે યુતિરહિત છે, કેમકે એમ તે તે તદ્દન આદ્ય શરૂઆતને કારણ વિનાની માનવી પડશે, અને તે ખોટું છે. જગતમાં કારણ વિના કાર્ય બની શકતું જ નથી. કેઈપણ કર્મસંગ કે સંસાર, વ્યક્તિગત રીતે ઉત્પન્ન થવાવાળે હેઈ, જરૂર પ્રારંભવાળે છે છતાં, એની પૂર્વે એના કારણ તરીકે બીજો એ