________________
આશ્રવ, બંધ, સંવર, નિજેરા, અને મોક્ષ એ શેય-હેય-ઉપાદેય ત. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર નિક્ષેપે ચાર ભેદે વસ્તુમાત્ર વહેંચાયેલી છે. વસ્તુ પ્રમાણ અને નયજ્ઞાનથી રેય છે. સ્વાદસ્તિ વગેરે સપ્તભંગીન સ્યાદવાદથી વસ્તુને પ્રત્યેક ધર્મ પ્રતિપાદ્ય છે. વસ્તુમાત્ર અનંત ધર્માત્મક છે. આ બધું યથાર્થ અને સ્પષ્ટ કહેનારા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન કરતાંય સર્વજ્ઞનું જ્ઞાન અનંતગણું શ્રેષ્ઠ. એમાં એમણે જોયું કે જીવ જડમાં મુંઝા, ફસાયે અને અટક્યો છે, તેથીજ ભવમાં ભમે છે, અને દુઃખમાં સબડે છે. જડના આકર્ષણ તૂટે તે જ મુક્તિને સાધક બને. એ માટે પ્રભુએ જડ કાયાની દયા ન ખાધી, પણ આત્માની મરામત શીખવી. એ કહે છે કે આ માનવભવ હાથમાં છે, ત્યાં સુધીમાં જીવે પૂર્વે જે અનંતા કર્મને જાળ બાંધ્યા છે, તે તેડી નાખવાના છે, પણ વધારવાના નથી.
સર્વાનું વચન હદયે ફરસવું જોઈએ. સર્વ ના વચનની શ્રદ્ધા આત્માના પ્રદેશ પ્રદેશ વ્યાપ્ત થઈ જવી જોઈએ. એનાથી આત્મા ભાવિત થવા જોઈએ. બિટાને બચાવ નહિ કરવાને. બચાવ કરવાની આદત અનાદિની છે. બચાવ એ દંભ છે. બચાવ એ મેહની શિખવણી છે. હવે તે જ્ઞાનીની શિખવણી જોઈએ. જ્ઞાનીનાં વચન હદયે આરપાર ઉતરી જવા જોઈએ. એમના વિરાગના ઉપદેશ-બાણેથી રાગ-હૃદય વીંધાઈ જવું જોઈએ. માત્ર સાંભળતી વખતે ગળગળા થવાય એટલું બસ નથી. સર્વજ્ઞનાં વચન ઉપર અવિચળ શ્રદ્ધાથી એ ઉપદેશ હવે આત્મઘરમાં એ રમતે થઈ જાય, કે એ ઘેર, બજારમાં કે