________________
પ્ર-ભગવંતની આજ્ઞાને અમલમાં ગણધર મહારાજ શ્રેષ્ઠ મૂકી શકે છે, તે પંચસૂત્રકારે પ્રભુને ગણધરપૂજિત કેમ ન કહ્યા? દેવેન્દ્રપૂજિત શા માટે કહ્યા ?
ઉ–દેવતાઈ અતિશય સુખ-સન્માનાદિમાં મહાલતા ઈન્દ્રો અરિહંતની ભક્તિ કરે એ એક અનેરી વિશેષતા છે. જે ક્ષેત્રે અરિહંત ભગવંતે વિચરે છે, તે જ ક્ષેત્રે ગણધર ભગવંતે વિચરે છે. એટલે કે ત્યાંના રહેલા ત્યાં પૂજા અરિહંત ભગવંત વિચરે છે, તે જ ક્ષેત્રે કરે, તે કરતાં બહુજ દૂરથી, પરજાતિ, પરક્ષેત્રી, એવા દેવના પણ સ્વામી મનુષ્ય ક્ષેત્રની દુર્ગધ સહન કરીને પણ અહીં પ્રભુને પૂજવા આવે તે વિશેષતા ગણાય. વળી જગતના બાળ જ દિવ્ય ઋદ્ધિમંત અને વૈભવશાળી દેથી થતી પૂજા જઈ વધારે આકર્ષાય. દેવેથી કરાતી સમવસરણાદિ પૂજા બહુજ ઊંચી ! અને એ અસંખ્ય એજનથી દે નીચે આવી કરે છે તેથી બાળ જીવને આકર્ષણ થાય છે.
અરિહંત શું શું પ્રકાશે છે ? :- શું વિશેષણ યથાસ્થિતવસ્તુવાદિ એમાં “વચનાતિશય સૂચવ્યું. કેવળજ્ઞાન મેળવ્યું, સર્વજ્ઞ બન્યા, કૃતકૃત્ય થયા, પિતાનું પ્રયોજન સિદ્ધ થયું. એટલે હવે મૂંગામૂંગા મુક્તિમાં ગયા એમ નહિ, પણ જે તત્ત્વ પિતાને પ્રગટ થયું, પિતાને પ્રત્યક્ષ થયું, તેને માર્ગ જગત સમક્ષ મૂક્યો-જગતને મુક્તિમાર્ગને ઉપદેશ આપે, અને ગ્યને તાર્યા. પિતે અક્ષય રત્નત્રયીનું ભાતું બાંધ્યું અને વિશ્વમાં તેની પ્રભાવના કરી. એ વસ્તુતત્વને યથાસ્થિત રુપમાં (જેવાં છે તે રૂપે) કહેનારા છે; વસ્તુમાત્ર ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્યવાળી છે, તે તે રીતે ઓળખાવનારા છે. જીવ, અજીવ,