________________
હર
પૂજા કરતા હશે? પૂજા એ પ્રકારે થાય.-(૧) લાલચ, સ્વા, પરાધીનતા અગર મીકથી, એ અધમ પૂજા. અને (૨) ઉપકારી માનીને યા ગુણુના બહુમાનથી, અને ગુણુ મેળવવા માટે પૂજા. આ ઉત્તમ પૂજા. નિર્મળ અવધિજ્ઞાનના માલિક, અને પૂર્વ ભવની સુંદર આરાધનાવાળા ઇન્દ્રો પરાધીનતાથી અગર લાલચથી નમતા નથી. જેને અસ`ખ્ય કાળ સુધી પૌદ્ગલિક સુખનેા પાર નથી, તેવા ઈન્દ્રો અરિહંતની પૂજા કરે છે, તે (૧) અરિહંત પરમાત્માનાં અનંતાનંત ઉપકાર અને ગુણુના બહુમાનથી, તથા (૨) તેમના જેવા ગુણના સ્વામી ખનવા માટે. જ્યારે ઈન્દ્રો આ રીતે પૂજા કરે ત્યારે આપણે કેવી રીતે ને ઇ આશાથી પૂજવા ? ઈન્દ્રો પરમાત્માની પૂજા ભૌતિક અપેક્ષા વિના ઋદ્ધિની આશા વિના કરે છે, માનવભવ પામી પ્રભુના જેવા શુદ્ધ ભાવા, તેમના જેવું વિશુદ્ધ ચારિત્ર મેળવવા પૂજા કરે છે, પણ ઇન્દ્રાસન કાયમ ટકાવવા નહિ, ફરી ઇન્દ્રની ઋદ્ધિ મેળવવા નહિ. જે માનવભવ ઈન્દ્રને વ માનમાં નથી, તેને માટે ઈન્દ્ર તલસે છે! અને આપણે ? આપણને મનુષ્ય-ભવ મળ્યા છે, તેથી કેવી ઉત્તમોત્તમ સાધના થઈ શકે તેની પરવા નથી, કે ભાન નથી! મનુષ્ય ભવ ફક્ત તુચ્છ વિષયેાને કેળવવામાં, કઇંગાળ કષાયના પારા ચડાવવામાં અને સ્વના રસ-ઋદ્ધિ-શાતા કરતાં રદ્દી એવા રસ, ઋદ્ધિ અને શાતાની જાળમાં ગુંથાઈ જવામાં પસાર કરીએ છીએ ! ! ! ઇન્દ્ર મનુષ્યભવ માટે ઝંખે છે, પ્રભુના પૂજક અને છે, છતાં ઇન્દ્રની પૂજા અધુરી છે. કારણ કે વીતરાગ પરમાત્માની સવિરતિ–ચારિત્રની આજ્ઞાને અમલ કરી શકતા નથી. ભગવાનની શ્રેષ્ઠ પૂજા ભગવ ́તની આજ્ઞા સર્વાંશે અમલમાં મૂકવામાં છે. તે સર્વવિરતિ ચારિત્રના પાલનથી થાય.