________________
૩૭
અનેક ભવોમાં ભ્રમણ, કપામણ, શૃંદામણ યાવત્ એકેન્દ્રિયકામાં અસંખ્ય કે અનંતકાળની કેદ મળી.
સમરાદિત્ય ત્રીજાભવના અધિકારમાં અવાંતર કથામાં બાલચંદ્ર પિતાને ભાઈ ગુણચંદ્ર ભાગ ન લઈ જાય અને સાત લાખ સેનૈયા પિતાને પચે, એ માટે ભાઈને મારી પર્વતના ભાગમાં દાટેલ એ ધન પર ચેકી કરતું હતું. પણ સિંહ કે સાપથી મર્યો ! કેટલાંય ભ બાદ ગુણચંદ્ર ત્યાં બાજુના નગરમાં વણિકપુત્ર થઈ તે પર્વત પર પધારેલા તીર્થકર ભગવાનને વંદન કરવા ગયેલ. ત્યાં પ્રભુને પૂછે છે, “ભગવંત ! આ શું આશ્ચર્ય કે પર્વત પર ઊગેલ એક નારિયેળીના વૃક્ષનું મૂળ નીચે ઠેઠ તળેટીએ હતું? શું ત્યાં નિધાન છે ? અને તે કેણે દાટવું? ભગવાન કહે છે, “હા, ત્યાં નિધાન છે અને તે તે તથા નારિયેળીના જીવે પૂર્વના એક ભવમાં બે ભાઈ બનીને પર્વતના નીચેના ભાગમાં દાટેલ, પણ ભાઈએ તને ધનલેભથી માર્યો. પછીથી વચલા એક ભવમાં એણે જાતિસ્મરણથી ધન જાણે ત્યાંથી ઉઠાવી તળેટીએ દાટયું. આમ લાભરતિવશ જીવ એકેન્દ્રિયપણામાં ગયે. હવે એને શે ઉદ્ધાર ? ભવાભિનંદી એટલે કે સંસારને રસ આવા લેભ-લાભરતિ આદિ દુર્ગણે પર પષાય છે. ભવવ્યાધિનું કુપથ્ય લાભ-લાભ–રતિ સામે વિચારણું –
અતિ લોભ ને લાભરતિ તે દીર્ધ ભવવ્યાધિને લાવનાર ભયંકર કુપથ્ય છે. જડ પદાર્થના લાભમાં લેભને વિજય થાય છે. એવા લાભ-લોભના સત્કાર ન હોય, એમાં ખુમારી ન શોભે. વિચારવું જોઈએ કે “અહે મારા જીવનું કેવું અજ્ઞાન! કે પરાધીન