________________
પરિણતિનું અવલોકન યાને તપાસ પણ કરતા રહેવું જોઈએ કે એ મન કેઈ અશુભ વિચાર અને અશુભ લાગણીઓમાં તે નથી ખેંચાતું ને ? સાથે (૩) ગુણની સહજ સુંદરતાનું સચોટ હાર્દિક આકર્ષણ સહેજે રહેવું જોઈએ. એમ (૪) એથી વિપરીત દોષની ધૃણુ પણ જીવતી જાગતી રાખવાની. (૫) ગુણપષક સ્થાન અને નિમિત્તાનું સેવન પણ ચાલુ રહેવું જોઈએ. એ સત્સંગ અને કલ્યાણમિત્રને એગ બરાબર રાખવો પડે.
આવી બધી તકેદારીથી કમને ક્ષયે પશમ સાનુબંધ બને છે, ટકે છે, તેથી આરાધના અને આરાધક ભાવ સલામત રહે છે.
કદાચ સંગ-પરિસ્થિતિ કે અશક્તિવશ આરાધના ચૂકાઈને વિરાધના ઉભી થાય છે એવું દેખાય ત્યાં પણ દિલમાં આરાધક ભાવ તે બરાબર જાગ્રત રાખવાને.
દિલને કમમાં કમ એટલે તે જરૂર લાગે કે “જિનની આજ્ઞા તે અમુક જ વાત ફરમાવે છે. હું કમનસીબ છું કે એ પાળી નથી શકતે. બાકી પાળવું તે એજ પ્રમાણે જોઈએ. જે એ પાળે છે તેને ધન્ય છે, અને મારી જાત માટે ઇચ્છું છું કે એ પ્રમાણે જ પાળનારો બનું ” આમ જિનાજ્ઞા પ્રત્યે સચેટ અપેક્ષાભાવ એ આરાધકભાવ ટકાવે છે. ઉપેક્ષા થાય તે આરાધભાવ જાય. નંદમણિયારને આરાધકભાવ નષ્ટ -
આરાધકભાવ નાશ પામે તે જીવનું ભારે પતન થાય છે. નંદમણિયાર એ શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનને એક શ્રાવક પણ કલ્યાણમિત્રરૂપ સદ્ગુરુ અને ધમી શ્રાવકોને સંગ ચૂક્યો.