________________
૮૧
છે; જ્યારે રાગ સ્હેજે થઈ જાય છે. (૮) હજીયે સમજુ માણુસને કદાચ દ્વેષ ગમતા નથી, અયેાગ્ય લાગે છે, પણ રાગ અયેગ્ય લાગતા નથી. કેમકે (૯) દ્વેષથી પરિણામે નુકસાન સમજાય છે; રાગથી નુકશાન થાય છે તે સમજાતું નથી. હજીય દ્વેષ ભયકર લાગે, રાગ ભયકર લાગતા નથી. રાગમાં ખરાબી જણાતી નથી. (૧૦) ‘દ્વેષ ન કરીશ’ એમ હજીય જગત કહે; ‘રાગ ન કરીશ’—એમ જગત નથી કહેતું, વીતરાગનું શાસન કહે છે. (૧૧) દ્વેષ દુર્ધ્યાન કરાવે છે એમ હજીય લાગે, પણ રાગ તેથી વધારે દુર્ધ્યાન કરાવે છે એમ લાગતું નથી. (૧૨) દ્વેષ જાણકારીમાં પેસે છે, રાગ મીન-જાણકારીમાં પેસે છે. દ્વેષગુસ્સે થતાં માલુમ પડે છે, માટે તેા એ ઢાંકવા મેઢાના, આંખના દેખાવ પ્રયત્નથી ફેરવી નાખવા પડે છે. પણ રાગ પેસતા દુશ્મન તરીકે, કે દુર્ગુણ તરીકે માલુમજ પડતા નથી, સ્હેજે ખુશીના દેખાવ થાય છે. (૧૩) દ્વેષ હિંસા સુધી પહોંચે ખરા, પરંતુ તે પૂર્વે જીવ જો પરિણામ વિચારશે તે કદાચ પસ્તાશે અને હિંસાથી અટકશે. રાગતા ઠેઠ આત્માની ભાવ-હિંસા સુધી પહોંચશે, અને અટકવાની વાત નહિ. (૧૪) રાગ કરનારને અને રાગના પાત્રને અનેને ભાવથી સ્વાત્મહિંસા થાય છતાં ખખર પડતી નથી અને પડશે પણ નહિ. (૧૫) રોગમાં અને ભાન વિના ફસાય છે, કેાઈ પ્રશ્ચાત્તાપ નહિ; દ્વેષની પાછળ અંતેને ભાન અને પસ્તાવાના અવકાશ રહે છે. (૧૬) દ્વેષનું પાત્ર આપણા પ્રત્યે દ્વેષી તરીકે રહે તે ગમતું નથી, પણ રાગનું પાત્ર આપણા પ્રત્યે અખંડ રાગી રહે એવું જોઇએ છે. અર્થાત રાગીપણુ છૂટતુંય નથી, અને રાગીપણુ છૂટે તે ગમતુંય નથી.